તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલત દયનીય:સિવિલમાં શબવાહિનીની કલાકો સુધી રાહ જોઈ અંતે ટેમ્પામાં મૃતદેહને લઈ ગયા

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાવનગર સર ટી હોસ્પિટલમાં હાલમાં સારવારમાં દાખલ થયેલા દર્દીઓની થોડે ઘણે અંશે હાલત દયનીય છે સાથોસાથ મૃત્યુ બાદ પણ દર્દીના સગા વ્હાલાને ભારે મુશ્કેલી પડી રહી છે. દર્દીના મૃત્યુ બાદ કલાકો સુધી મૃતદેહને દર્દીના સગા સબંધીને સોંપવામાં આવતો નથી અથવા તો એમ્બ્યુલન્સની રાહે લાંબો સમય સુધી મૃતદેહ પડયો રહે છે. આવી પરિસ્થિતિમાં આજે એક દર્દીનું મૃત્યુ થતાં શબવાહિની રાહ જોઈ થાક્યા બાદ દર્દીના સંબંધીએ ટેમ્પામાં મૃતદેહને નાખી અંતિમસંસ્કાર માટે લઈ ગયા હતા. મૃતદેહને ટેમ્પામાં નાખી લઈ જતાં તંત્રની નિષ્ક્રિયતા સ્પષ્ટપણે દેખાતી હતી.

અન્ય સમાચારો પણ છે...