તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાતાવરણ:હીમવર્ષા બાદ ઉત્તરના પવનની ઝડપ વધતા રાત્રે તાપમાનમાં થયેલો ઘટાડો, પવનની ઝડપ વધીને 12 કિલોમીટર નોંધાઇ

ભાવનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરનું ઉષ્ણતામાન ઘટીને 18 ડિગ્રી થયું, મહત્તમ તાપમાન 1 ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટીને 29.5 ડિગ્રી થયું

ભાવનગર શહેરમાં ઉત્તરના હીમ પવનો ફુંકાવાનો આરંભ થતા ફરી એક વખત શહેરમાં રાત્રે ઠંડીનું પ્રમાણ વધવા લાગ્યું છે.ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન વધીને 30.5 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું છે તેમાં આજે એક ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટીને 29.5 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા બપોરે તાપમાનમાં થોડી રાહતનો અનુભવ થયો હતો. જ્યારે 24 કલાક અગાઉ શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન 2.2 ડિગ્રી વધીને 18.6 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ તે આજે ઘટીને 18 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. આવી જ રીતે શહેરમાં હવામાં ભેજનું પ્રમાણ એક જ દિવસમાં 11 ટકા વધીને 55 ટકા થઇ ગયું હતુ. આમ, ફરી એક વખત કાશ્મીરમાં હીમ વર્ષા થયા બાદ તેના પવન ભાવનગર સુધી આવી પહોંચતા ગોહિલવાડમાં ટાઢોડું છવાઇ ગયું હતુ.

અન્ય સમાચારો પણ છે...