ભાવસભર ભાવનગર:ડેવલપમેન્ટ બાદ ગંગાજળિયા તળાવની સુંદરતાને લાગ્યા ચાર ચાંદ, હવે નળ ખોલોને ભાવનગરમાં... 24 કલાક પાણી

ભાવનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગંગાજળિયા તળાવ - Divya Bhaskar
ગંગાજળિયા તળાવ
  • પાણી પુરવઠાના વિતરણ માટે ભાવનગરમાં બે દાયકા માટે કોઇ ઘટ ન આવે તે પ્રકારે આયોજન

શહેરના મધ્યમાં આવેલા અને ભાવેણાના ઘરેણા સમાન, પૌરાણિક-બેનમૂન ગંગાદેરીના સ્પર્શથી શોભામાં અભિવૃદ્ધિ થઈ છે તેવા ગંગાજળિયા તળાવનું ડેવલપમેન્ટ થયા બાદ તેની સુંદરતા વધી છે. ગંદકી અને નિષ્કાળજી દુર થતા શહેરની મધ્યમાં આવેલું ગંગાજળિયા તળાવ ભાવનગરનું આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે.

મહાનગરપાલિકા દ્વારા આ સ્થળે નવીનીકરણ સાથે આધુિનક સુવિધાઓ પણ મુકવામાં આવી રહી છે. કલાકૃતિવાળો આકર્ષક પ્રવેશદ્વાર, જેટ-ફાઉન્ટેન, ઘાટ વોકવે, લાઇટીંગ જેવા આકર્ષણો ઉમેરાતા હવે આ તળાવ હરવા-ફરવા માટેનું સ્થળ બન્યું છે. ડેવલપમેન્ટ થયા બાદ ગંગાજળિયા તળાવ આસપાસની ગંદકી પણ ઓછી થઇ ગઇ છે અને આ એક ભાવનગરનું નજરાણું બની ગયું છે.

આ અંક પ્રતાપભાઈને અર્પણ
ભાવનગરના વિકાસ માટે આજીવન કાર્યરત રહેલા અને સૌરાષ્ટ્ર સમાચારના સ્થાપક તંત્રી પ્રતાપભાઈ શાહે આ વર્ષે આપણી વચ્ચેથી વિદાય લીધી છે. ત્યારે આજનો આ અંક સ્વ.પ્રતાપભાઈ શાહને સ્મરણાંજલિ રૂપે અર્પણ.

ભાવનગર શહેરમાં પીવાના પાણીની અછત એ ભૂતકાળ બની ગયો છે. દિર્ઘ દ્રષ્ટિથી રાજવીઓએ ગોઠવેલી વ્યવસ્થા અને પાણી મેળવવાના જુદા જુદા સોર્સને કારણે શહેરમાં આગામી બે દસકા સુધી પાણીની તંગી ઊભી થાય તેમ નથી. એટલું જ નહીં ભાવનગરના લોકોને નળ ખોલે અને પાણી આવે એવી 24 કલાક પાણી મળે તેવી વ્યવસ્થા પણ નજીકના ભવિષ્યમાં ગોઠવાય રહી છે. શહેરના વિકાસની વાત કરીએ તો. આંખે વળગીને સામે આવે તેવી બાબત છે.

‘પીવાનું પાણી’ જે શહેરમાં તમામ વ્યક્તિના ઘર સુધી સરળતાથી જ પીવાનું પાણી મળી રહે એ િવકાસની સફળતા જ બતાવે છે. ભાવનગર મહાનગરપાલિકાના વોટર વર્કસ વિભાગ દ્વારા સમગ્ર ભાવનગરની જનતાને પીવાનું પાણી પુરૂ પાડવાનું કાર્ય થાય છે. અગાઉના સમયમાં જ્યારે પાણીની અછત હતી ત્યારે અઠવાડીયામાં બેથી ત્રણ દિવસ જ પાણી મળતું હતું. છેલ્લાં ઘણા સમયથી પીવાના પાણીના પ્રશ્નો સંપૂર્ણપણે નિષ્ફળ કરીને આજે ભાવનગર-મહાનગરપાલિકાનો વોટર વર્કસ વિભાગ સફળતાના શિખરે છે.

આજે છેલ્લા ઘણા સમયથી પાણીકાપ બંધ કરીને ભાવનગરની લગભગ આઠ લાખ વસતીને દરરોજ પીવાનું પાણી સમયસર ઘર આંગણે મળી જાય છે.હાલની વાત કરીએ તો શહેરની લગભગ 8 લાખ વસ્તીને નિયમિત પાણી પહોંચાડવા માટે જરૂરી 160 એમ.એલ.ડી. જથ્થો જરૂરી છે. જેનાથી શેત્રુંજી ડેમમાંથી 90 એમએલડી પાણી લેવાય છે.બોરતળાવ ગૌરીશંકર તળાવમાંથી 20 MLD, પાણી લેવાય છે, બોરતળાવ ગૌરીશંકર તળાવમાંથી 20 MLD અને મહીપરીએજ નર્મદાથી 50થી 55 MLD પાણી નિયમિત મેળવીને ભાવનગરના શહેરીજનોને નિયમિત રીતે ઘર આંગણે પાણી સપ્લાય મળે છે.

શરૂ થઇ ગયો છે 24-7નો પાણીનો સપ્લાય
ઉલ્લેખનીય વાત અને આનંદની વાત એ છે કે તાજેતરમાં કાળિયાબીડના ડી િવસ્તારનાં 500 ફેમિલીને 24 કલાક પાણી આપવાનો પ્રોજેક્ટ લગભગ-75 લાખનાં ખર્ચે સફળતાપૂર્વક પૂર્ણ કર્યો. આવનારા ભવિષ્યમાં ઘણાં ઘણાં વિસ્તારમાં 24-7 એટલે કે જ્યારે નળ ખોલીએ ત્યારે BMC પાણી હાજર મળે તેવી શકયતાઓ હાથ ઉપર લેવાઈ રહી છે. રો-વોટરમાંથી અશુદ્ધી દૂર કરી હાર્ડ વોટરમાંથી સોફ્ટવેર બનાવવાની પદ્ધતિને ફિલ્ટ્રેશન કહેવાય છે. હાલમાં નિયમિત 160 MLD પાણીનું ફિલ્ટ્રેશન અને ત્યારબાદ કલોરીનેશન થાય છે. તે ફિલ્ટ્રેશન પ્લાન્ટની ક્ષમતા અત્યારે પણ 175 MLD વોટરને ફિલ્ટર કરવાની છે.

દાંતથી લઈ કેન્સર સુધીના રોગની સારવાર ભાવનગરમાં ઉપલબ્ધ 04
શહેરના પ્રવેશ દ્વારે જ નિર્માણ પામશે પ્રથમ ફ્લાયઓવર બ્રિજ 11
જિલ્લામાં 7503 ઉદ્યોગો 2.85 લાખ લોકોને આપે છે રોજગારી 16

અલંગ શીપ બ્રેકિંગ યાર્ડ છે ભાવનગરની આર્થિક કરોડરજ્જૂ 18

અન્ય સમાચારો પણ છે...