આયોજન:કોરોના કાળ બાદ ફરી એકવાર શહેરમાં હેપી સ્ટ્રીટનું આયોજન

ભાવનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સૌરાષ્ટ્ર સમાચારની મીડિયા પાર્ટનશીપ સાથે
  • સ્મોલ વન્ડર અને એકતા'સ ક્લોઝેટ દ્વારા 13 નવેમ્બરે આતાભાઈ ચોકમાં ગીત - સંગીત - નાચગાન

કોરોના કાળના બે વર્ષ બાદ ફરી એકવાર ભાવનગરમાં દિવ્યભાસ્કર ગ્રુપના સૌરાષ્ટ્ર સમાચારની મીડિયા પાર્ટનરશીપ સાથે સ્મોલ વન્ડર અને એકતા'સ ક્લોઝેટ દ્વારા તા. 13 નવેમ્બરે આતાભાઇ ચોક ખાતે 'હેપી સ્ટ્રીટ'નું આયોજન કરાયેલ છે.\n\n ભાવનગર મહાનગરપાલિકા, સિલ્વર બેલ્સ સ્કૂલ, હોટલ સરોવર પોર્ટ્રીકો, શ્રીજી રેસ્ટોરન્ટ, બોમ્બે કુલ્ફી, ભાવનગર હેરિટેજ, ઈનટેચ, વાય આઈ ભાવનગર, એપ્રોચ, અનવિલ ફાઉન્ડેશન, ધ્રુવાસ હેલ્થ એન્ડ કેમિકલ કોસ્મેટિક, પ્લમ 'ધ ગૌરમેટ સ્ટોર', ઈનરવિલ ક્લબ ઓફ ભાવનગર ડિસ્ટ્રિક્ટ, પંકજ જોશી કેરિયર ઇન્સ્ટિટ્યૂટ સહિતની સંસ્થાઓ આ આયોજનમાં સહભાગી બની છે તો મીડિયા પાર્ટનર તરીકે ભાસ્કર ગ્રુપનું સૌરાષ્ટ્ર સમાચાર જોડાયું છે.

આ અંગે માહિતી આપતા સમગ્ર કાર્યક્રમના મુખ્ય આયોજક સ્મોલ વંડર્સના હર્ષા રામૈયા અને એકતા ક્લોઝેટના એકતા શાહે જણાવ્યું હતું કે, 13 નવેમ્બરે સવારે 6 થી 9 આતાભાઈ ચોક ખાતે આ હેપી સ્ટ્રીટનું આયોજન કરાયું છે. 'ભાવનગર કોલિંગ' ચિલ્ડ્રન્સ ડે- ફેસ્ટ સાથે આ હેપી સ્ટ્રીટમાં ગીત, સંગીત, નૃત્ય, એરોબિક તથા ગેમ્સ સહિતની એક્ટિવિટી કરવામાં આવશે. આ ઉપરાંત સામાજિક દાયિત્વના ભાગરૂપે ટ્રાફિક અવેરનેસ, સાયબર અવેરનેસ તથા અન્ય જાગૃતિ અભિયાન પણ સાથે ચલાવવામાં આવશે અને તે માટે ભાવનગર કોર્પોરેશન તથા ભાવનગર પોલીસ તંત્ર પણ સહયોગી થશે.

અન્ય સમાચારો પણ છે...