તેજસ્વી તારલાઓમાં ઘટાડો:કોરોના કાળ બાદ ધો.12 સાયન્સમાં 3192 ફર્સ્ટ ક્લાસ વિદ્યાર્થીઓ ઘટ્યા

ભાવનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તેજસ્વી તારલાઓમાં 10.85 ટકાનો ઘટાડો થયો
  • 2020ના વર્ષમાં 61 ટકાથી વધુ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 29431 હતી તે આ વર્ષે ઘટીને 26239 થઇ ગયા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગઇ કાલે ધો.12 સાયન્સની પરીક્ષાનું પરિણામ જાહેર થયું. કોરોના કાળ હોય ગત વર્ષે રાજ્યમાં તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું હતુ અને સૌ કોઇ વિદ્યાર્થીઓને ખોબલે ખોબલે ટકાવારી અપાઇ હતી. આથી 2021ની ટકાવારીને બદલે 2020ની ટકાવારી ધ્યાને લેવામાં આવી છે. ભાવનગર સહિત સમગ્ર રાજ્યમાં આ વર્ષે 61થી વધુ ટકા મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 26,239 છે જે કોરોના કાળ પૂર્વે 2020માં લેવાયેલી ધો.12 સાયન્સની પરીક્ષાથી 3192 ઓછા છે. ટકાવારીની રાજ્યમાં તેજસ્વી તારલાઓની સંખ્યામાં 10.85 ટકાનો ઘટાડો નોંધાયો છે.

આમ, ગુજરાતમાં સાયન્સમાં ગુણવત્તાધારી વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. 2020ના પરિણામ મુજબ કુલ 29,431 વિદ્યાર્થીઓને બી-2થી લઇને એ-1 ગ્રેડ એટલે કે 61 ટકાથી વધુ ટકાવારી આવી હતી. જ્યારે આ વર્ષે 2022માં લેવાયેલી પરીક્ષામાં કુલ 26,239 વિદ્યાર્થીઓને બી-2થી લઇને એ-1 ગ્રેડ એટલે કે 61 ટકાથી વધુ ટકાવારી આવી છે. 2020ના વર્ષની તુલનામાં આ વર્ષે ધો.12 સાયન્સમાં ગુજરાતમાં 61 ટકાથી વધુ ટકાવારી મેળવનારા તેજસ્વી વિદ્યાર્થીઓની સંખ્યામાં 3192નો જબ્બર ઘટાડો નોંધાયો છે.

સાયન્સમાં 20,927 વિદ્યાર્થીઓ ઘટ્યા
2020ના વર્ષમાં ધો.12 સાયન્સમાં ગુજરાત બોર્ડમાં કુલ 1,16,643 વિદ્યાર્થીઓ હતા તેની તુલનામાં આ 20222ના વર્ષમાં ધો.12 સાયન્સમાં રાજ્યમાં કુલ 95,715 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. આમ, કોરોના કાળ બાદ ગુજરાત બોર્ડમાં સાયન્સ તરફ ઝુકાવ ઘટ્યો છે અને 2020ની તુલનામાં આ વર્ષે રાજ્યમાં વિજ્ઞાન પ્રવાહમાં કુલ 20,927 વિદ્યાર્થીઓ ઘટ્યા છે.

2020ની તુલનામાં આ વર્ષે તેજસ્વી છાત્રો

ગ્રેડ20222020વધઘટ
એ-119644152
એ-233032576727
બી-189899637-648
બી-21375117174-3,423
કુલ26,23929,431-3,192
અન્ય સમાચારો પણ છે...