કાર્યવાહી:ફરિયાદ બાદ કતપર ગામે રેશનિંગની દુકાન સીલ, ગ્રાહક ફરિયાદ કરે તો હેરાન કરાતા હતા

મહુવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મહુવા તાલુકાના કતપર ગામે રેશનિંગના પુરવઠા બાબતે ઉઠતી ફરિયાદ અને લોકોમાં રેશનશોપ વિરૂધ્ધ કાર્યવાહી કરવાની રજુઆત બાદ આખરે રેશનિંગની દુકાન સીલ કરવામાં આવી છે.કતપર ગામે રેશન શોપની દુકાન અંદાજિત 50 વર્ષોથી ચાલે છે અને ગામના લોકોને સરકારી રેશન પૂરું પાડે છે હાલ છેલ્લા ઘણા વર્ષોથી અવ્યવસ્થા સર્જાઈ રહી હોય લોકોમાં નિરાશા જોવા મળતી હતી. સરકારી રેશન લેવા માટે બહેનો 1 દિવસ અંગૂઠો મારવા જાય છે પછી કુપન કાઢવા જય છે અને પછી વારા પ્રમાણે અનાજ લેવા ડીલર પાસે જ્યારે સમય હોય બોલાવે ત્યારે જાય એટલે કે કુલ ત્રણ ધક્કા ખાઈ ત્યારે અનાજ મળે તો ઘરે લઇ જાય અને જો થોડો સમય ગ્રાહક મોડો પડે એટલે એમને અનાજ પણ નથી મળતું.

સરકારી PMJYયોજનાનું ફ્રીમા આવતુ અનાજ લેવામાં પણ લોકોને ત્રણ ત્રણ ધક્કા ખાવા લોકોને મોંઘુ પડે છે જો ગ્રાહક આ અંગે ફરિયાદ કરે તો હેરાન કરવામાં આવે છે.આમ આ અંગે રેશનશોપ વિરૂધ્ધ ઉઠેલી વ્યાપક ફરિયાદ બાદ કતપર ગામે રેશનશોપના માલીક નરશીભાઇ બીજલભાઇ ચાવડા સામે વાલાભાઇ જાદવ, રામજીભાઇ ચિથરભાઇ ડોણાશિયા, અને અજયભાઇ ઉકાભાઇ ચાવડાએ ફરિયાદ કરતા મામલતદાર દ્વારા કતપર ગામે રેશનીગની દુકાન સીલ મારવામાં આવ્યુ હતું અને આ અંગેની જાણ જિલ્લા પુરવઠા વિભાગમાં કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...