સમાજનું રાજ:ઉમેદવારની પસંદગી બાદ પ્રચારમાં સમાજ અગ્રેસર, રાષ્ટ્ર કે પક્ષ નહીં સમાજ મહાન

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમાજના આગેવાનો સાથે મીટીંગનો દોર શરૂ
  • રાજકીય પક્ષના ઉમેદવારોને પણ સમાજ યાદ આવ્યો તો સમાજે પણ કોઈપણ પક્ષ હોય સમાજના ઉમેદવારને જીતાડવા હાંકલ કરી

વિધાનસભાની ચૂંટણી રાષ્ટ્રીયતા કે પક્ષ નહીં પરંતુ સમાજના બેઝ પર લડવામાં આવી રહી છે. રાજકીય પક્ષો દ્વારા પણ સારા નહીં પરંતુ મારા અને તેમાં પણ જ્ઞાતિના સમીકરણો મુજબ જ પસંદગી કરાઈ છે. ત્યારે હાલમાં ચૂંટણી પ્રચારમાં પણ ઉમેદવારો દ્વારા સમાજને આગળ કરી રહ્યા છે. જ્યારે સમાજ દ્વારા પણ કોઈપણ પક્ષનો ઉમેદવાર હોય પરંતુ પોતાના સમાજનો હોય તેને જ મત આપવાની લહેર ફેલાઇ છે.

વિધાનસભાની ચૂંટણીમાં કહી શકાય કે સંપૂર્ણપણે જ્ઞાતિના સમીકરણો મુજબ જ ઉમેદવારની પસંદગી કરવામાં આવી છે. જે વિસ્તારમાં જે જ્ઞાતિના મતદારો વધુ હોય તે જ્ઞાતિના ઉમેદવારની તે વિધાનસભા વિસ્તારમાં પસંદગી કરવામાં આવી છે. તેમ છતાં રાજકીય પક્ષો દ્વારા જ્ઞાતિના સમીકરણો મુજબ ઉમેદવારની પસંદગી ન કરી હોય તો તેનો વિરોધ અને વિવાદ હજુ પણ શરૂ છે.

હાલમાં ઉમેદવારો દ્વારા વિસ્તાર અને વોર્ડ વાઇઝ બેઠકો શરૂ છે તેમાં પણ સમાજના આગેવાનોને પોતાના જ સમાજના ઉમેદવારને જ મત આપવા માટે પ્રચાર શરૂ છે. સોશિયલ મીડિયામાં પણ જ્ઞાતિના ગ્રુપો દ્વારા પક્ષને કોરાણે મૂકી પોતાના સમાજના ઉમેદવારને જીતાડવા માટે હાકલ કરવામાં આવી રહી છે.

ભાવનગર જિલ્લાની સાત વિધાનસભા બેઠકો પર મુખ્યત્વે ત્રણ પક્ષ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે રસાકસી જામશે. ત્યારે ત્રણેય પક્ષ દ્વારા ઉમેદવારની પસંદગીમાં બહુમત કોળી સમાજને સાચવી લેવાના પ્રયાસો કર્યા છે. સાતે સાત બેઠક પર કોઈપણ પક્ષનો એક ઉમેદવાર તો કોળી સમાજમાંથી છે જ.

જ્યારે પાટીદાર સમાજમાં ભાજપ અને આપ પાર્ટીમાંથી ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે પરંતુ કોંગ્રેસમાંથી એક પણ ઉમેદવાર પાટીદારનો નથી. બ્રહ્મ સમાજમાંથી પણ ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારની પસંદગી કરાય છે. ક્ષત્રિય સમાજમાંથી કોંગ્રેસ અને આપ દ્વારા ઉમેદવારને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે પરંતુ ભાજપ દ્વારા એક પણ ઉમેદવાર ક્ષત્રિય સમાજમાંથી નથી. જેથી દરેક સમાજ દ્વારા પોતપોતાના સમાજના ઉમેદવારને જીતાડવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં ઘણા ખરા અંશે પક્ષની વિચારધારાને પણ હાંસીયામાં મૂકી દેવાય છે.

એક જ સમાજના ઉમેદવારો આમને સામને
જિલ્લાની સાત વિધાનસભા બેઠકોમાં ઘણી બેઠકો પર એક જ સમાજના ઉમેદવારો આમને સામને આવ્યા છે જેમાં કોળી સમાજમાંથી તળાજા અને મહુવા બેઠક પર ભાજપ અને આપ, પાલીતાણામાં ભાજપ અને કોંગ્રેસ ક્ષત્રિય સમાજમાંથી ભાવનગર ગ્રામ્ય બેઠક પર કોંગ્રેસ અને આપ પાટીદાર સમાજમાંથી ગારીયાધાર બેઠક પર ભાજપ અને આપના ઉમેદવારો આમને સામને ચૂંટણી લડશે.

સમાજની મૂંઝવણ, એક બેઠક પર વધુ ઉમેદવાર
ભાવનગર જિલ્લાની સાત વિધાનસભા બેઠકો પર જ્ઞાતિના સમીકરણો મુજબ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે તેમાં પણ પોતાના સમાજના ઉમેદવારને જીતાડવા માટે આગળ આવેલા સમાજ મૂંઝવણ અનુભવે છે. એક બેઠક પર એક સમાજના એક કરતાં વધુ પક્ષો દ્વારા ઉમેદવાર ઉતારતા કોના તરફથી મતદાન કરવું ? તેની અસંમજસતામાં પડ્યુ છે.

ક્યાં પક્ષ દ્વારા કયાં સમાજના કેટલા ઉમેદવાર

સમાજભાજપકોંગ્રેસઆપ
કોળી433
પાટીદાર202
ક્ષત્રિય021
બ્રાહ્મણ110
માલધારી001
આહિર010
અન્ય સમાચારો પણ છે...