• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • After Being Approved 10 Years Ago, The Road Connecting Ishwaria Village Of Sihore Has Now Started Operations, A Relief To Villagers And Motorists.

રસ્તાનું નવીનીકરણ:સિહોરના ઇશ્વરિયા ગામને જોડતા રસ્તાનું અંદાજે 50 લાખના ખર્ચે નવીનકરણ થશે, ગ્રામજનો તેમજ વાહનચાલકોને રાહત

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોના માર્ગોનું નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે ઘણાં વર્ષો પછી અંતે સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામને જોડતા રસ્તાનું કામ પણ શરૂ કરવામાં આવ્યું છે જેને લઈ ગ્રામજનોમાં હાશકારો થયો છે. અંદાજે 50 લાખના ખર્ચે રસ્તાનું નવીનીકરણ થશે.

અનેક રજૂઆત બાદ રસ્તો મંજૂર થયો
સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામને જોડતો લગભગ અઢી કિલોમીટરથી વધુનો રસ્તો 10 વર્ષ બન્યો હતો.જોકે, તે બાદ રસ્તાનું નવીનીકરણ ન થતા છેલ્લા ઘણાં સમયથી વાહન ચાલકો અને રાહદારીઓ માટે પરેશાની વધી હતી. આ દરમિયાન સ્થાનિક તેમજ રાજ્ય કક્ષાએ રજૂઆતો બાદ આ રસ્તાનું કામ અગ્રણી ગ્રામજનોની ઉપસ્થિતિમાં શરૂ કરવામાં આવ્યું છે. આ રસ્તાનું કામ શરુ થતાં ગ્રામજનોમાં હાશકારો થયો છે.
50 લાખના ખર્ચે રસ્તાનું નવીનીકરણ
પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓના માર્ગદર્શન અને સંકલન સાથે લગભગ રૂપિયા 50 લાખના ખર્ચે આ રસ્તાના નવીનીકરણનું કાર્ય શરૂ થતાં દિવાળીના દિવસોમાં અવર-જવર કરનારા લોકોને સરકાર દ્વારા સારી ભેટ મળ્યાનું કાર્યકરો જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...