તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રે કળિયુગ:પત્ની ગમતી ન હોય બોલાચાલી બાદ પતિએ દોરડા વડે ગળાફાંસો આપ્યો

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દોઢ વર્ષથી રિસામણે ગયેલ પત્ની મહિના પૂર્વે પરત આવતા ઘટનાને અંજામ આપ્યો

તળાજાના ખંઢેરા ગામે પતિને તેની પત્ની ગમતી ન હોય અને અવારનવાર આ બાબતે માથાકૂટ થતી હોઈ તે બાબતે પરિણીતાને તેના પતિ એ દોરડા વડે ગળાફાસો દઇ તેનું મોત નિપજાવી દીધું હતું. આ અંગે દાઠા પોલીસ મથકમાં મૃતક મહિલાના ભાઈએ તેના બનેવી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

આ અંગે કંચનબેન રુખડભાઈ વાળાના ભાઈ નિલેશ ભાઈ દુલાભાઈ મેરે પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે તેના બનેવી રૂખડ હમજીભાઈ વાળા અવારનવાર ફરિયાદીની બહેનને ગમતી ન હોય તેવું કહી માથાકૂટ કરતા હતા અને ઘરેથી કાઢી મૂકતાં હતા અને છેલ્લે દોઢેક વરસથી ફરિયાદીની બહેન રિસામણે હતી અને એક મહિના પહેલાં જ તેને સમજાવીને સાસરે પરત મોકલી હતી. અને તા.4-8ના રોજ રુખડભાઈએ કંચનબેનને ગળાફાંસો દઈ તેમની હત્યા કરી નાખી હોવાની ફરીયાદ દાઠા પોલીસમાં નોંધાવી છે. દાઠા પોલીસે પી.એમ અંગેની કાર્યવાહી હાથ ધરી હતી.

મને બચાવો મારો પતિ મને મારી નાખશે : મૃતક
તારીખ 3- 8 ના રોજ રક્ષાબંધનના દિવસે મૃતક કંચનબેનના બા તથા ભાઈ ભરત ભાઈ એના ઘરે ગયેલ ત્યારે કંચનબેન કહેલ કે મારો પતિ મને બહુ મારે છે અને મને મારી નાખવાનું કહે છે તે મને જીવવા નહીં દે તેમ કહેતા મૃતકના બા તથા ભાઈએ તેને સમજાવ્યા હતા

અન્ય સમાચારો પણ છે...