નવેમ્બરથી લગ્ન સિઝન આરંભાશે:સવા ચાર માસના સમયગાળા બાદ ગુંજશે લગ્નની શરણાઇ

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 29 જુલાઇથી શ્રાવણ માસ, 20 નવેમ્બરથી ફરી લગ્ન સિઝન આરંભાશે

આજે દેવપોઢી એકાદશીની ઉજવણી થઇ અને હવે દેવતાઓ પોઢીગયા હોય તેવી માન્યતા હોય ભારતીય પંચાંગના નિયમ પ્રમાણે લગ્ન થઇ શકતા નથી. ત્યારબાદ લગ્ન માટે લોકોએ સવા ચાર માસની રાહ જોવી પડશે. દિવાળી બાદ નવા વિક્રમ સંવતમાં 4 નવેમ્બરના દિવસે દેવઊઠી એકાદશીના દિવસે દેવતાઓ જાગશે અને ફરી લગ્નની સિઝન ખીલશે. દિવાળી બાદ નવેમ્બર માસમાં 20 તારીખથી લગ્ન માટેના સારા મુહૂર્તની શરૂઆત થાય છે. ચાતુર્માસ દરમિયાન આરોગ્યની પણ ખાસ કાળજી લેવી જોઈએ. ચાતુર્માસની શરૂઆતમાં વરસાદનું વાતાવરણ રહે છે.

જેથી વાદળોના કારણે તડકો આપણાં સુધી પહોંચી શકતો નથી. સૂર્યના પ્રકાશ વિના આપણી પાચનશક્તિ નબળી થઈ જાય છે. એવી સ્થિતિમાં ખાનપાનનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ભોજનમાં એવી વસ્તુઓ સામેલ કરો જે સરળતાથી પચી શકે. નહીંતર પેટને લગતી બીમારીઓ થઈ શકે છે.

આજથી દેવપોઢી એકાદશીના દિવસથી ચાતુર્માસનો પ્રારંભ ગયો છે. જે કારતક સુદ અગિયારસને તારીખ 4 નવેમ્બરને શુક્રવાર સુધી રહેશે. ચાતુર્માસ દરમિયાન ધાર્મિક કાર્યક્રમો સૌથી વધુ થાય છે. જૈન સાધુ-સંતો આ સમય દરમિયાન વિહાર કરતા નથી એક જ સ્થળે સ્થિર થાય છે અને ભાવિકોને પ્રવચન આપે છે. 29 જુલાઈને શુક્રવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઇ રહ્યો છે. આ વર્ષે શ્રાવણ માસના પ્રથમ દિવસે જ શુક્રવારે સવારે 9.47 કલાક સુધી પુષ્ય નક્ષત્ર છે. પુષ્ય નક્ષત્રને ધર્મ, ધ્યાન, પૂજાપાઠ, અભિષેક માટે ઉત્તમ માનવામાં આવે છે. આ વર્ષે શ્રાવણ માસ પૂરા 30 દિવસનો રહેશે. શ્રાવણ માસથી દિવાળી સુધી હિન્દુ ધર્મમાં ઉત્સવનો માહોલ રહેશે.

અન્ય સમાચારો પણ છે...