કોરોના અપડેટ:ભાવનગરમાં એક દિવસની રાહત બાદ આજે ફરી કોરોનાનો એક કેસ નોંધાયો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં એક્ટિવ કેસનો આંક વધીને 18 પર પહોંચ્યો
  • અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 299 દર્દીઓના કોરોનાથી મૃત્યુ થયા

ભાવનગરમાં દિવસને દિવસે કોરોનાના કેસ નોંધાવાનો સિલસિલો ફરી યથાવત રહ્યો છે. જોકે, વચ્ચે એક દિવસનો બ્રેક લાગ્યો હતો. ત્યારે આજે શનિવારે ફરી શહેરમાં કોરોનાનો એક કેસ નોંધાયો છે. શહેરમાં એક મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી જિલ્લામાં એક્ટિવ કેસનો આંક વધીને 18 પર પહોંચ્યો છે. શહેરમાં 17 અને ગ્રામ્યનો 1 એક્ટિવ કેસ છે.

જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની કુલ સંખ્યા 21 હજાર 512 થઈ છે. જે પૈકી હાલ 18 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 299 દર્દીઓનું કોરોનાથી મૃત્યુ થયું છે.

અન્ય સમાચારો પણ છે...