કોરોના અપડેટ:ભાવનગર શહેરમાં 10 દિવસના વિરામ બાદ કોરોનાનો એક કેસ નોંધાયો, એક્ટિવ કેસની સંખ્યા 3 થઈ

ભાવનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 298 દર્દીઓનું અવસાન થયા

દીવાળી તહેવારો પૂર્ણ થયા બાદ ભાવનગર જિલ્લામાં ફરી કોરોનાએ દેખા દીધી છે. આજે જિલ્લામાં 10 દિવસના વિરામ બાદ એક નોંધાયો છે. જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ત્રણ થઈ છે.

દીવાળીના તહેવાર બાદ રાજ્યમાં કોરોનાના કેસમાં થોડો વધારો નોંધાયો છે. ત્યારે ભાવનગર જિલ્લામાં પણ દસ દિવસના વિરામ બાદ કોરોનાનો નવો કેસ નોંધાતા આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે. ભાવનગર જિલ્લામાં સારવાર હેઠલ રહેલા દર્દીઓની સંખ્યા ત્રણ પર પહોંચી ચૂકી છે.

જિલ્લામાં અત્યાર સુધી નોંધાયેલા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 21 હજાર 468 થવા પામી છે. આજે ભાવનગર જિલ્લામાં એક કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ નોંધાયો હતો, જિલ્લામાં નોંધાયેલા 21 હજાર 468 કેસ પૈકી હાલ 3 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં 298 દર્દીઓના અવસાન થયા છે.

અન્ય સમાચારો પણ છે...