ક્રાઇમ:પ્રેમલગ્ન 9 વર્ષ ચાલ્યા બાદ પત્નિને પતિએ ત્રાસ આપી મારી નાખવાની ધમકી આપી

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતી પરિણીતાએ રાજુલાના એક શખ્સ સાથે 9 વરસ પહેલા પ્શ્રેમ લગ્ન કરેલા અને લગ્ન જીવન દરમ્યાન તેઓને સંતાનમા બે પુત્રો છે. છેલ્લા કેટલાક સમયથી પતિએ પત્નિને શારીરીક-માનસીક ત્રાસ દેવાનુ શરૂ કરતા તેણી તેમના સગાને ત્યા રાજુલા ખાતે રહેવા ચાલ્યા ગયેલ. અને સાવરકુંડલામા પોલીસ ફરીયાદ કરતા જેની દાઝ રાખી પતિએ તેણીને મોબાઇલ ફોનમા વારંવાર પરેશાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ડી.ડીવીઝન પોલીસ મથકમા નોંધાવાઇ છે.

બનાવની વિગતો મુજબ શહેરના કુંભારવાડા વિસ્તારમા઼ રહેતા સેજલબેન પ્રતાપભાઇ વાળા એ તેમજના પતિ પ્રતાપ માણકુભાઇ વાળા ( રહે. રાજુલા ) વાળા વિરૂધ્ધ ડી.ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમા જણાવાયું છે કે તેમના 9 વરસ પહેલા આરોપી સાથે પ્રેમલગ્ન થયેલા અને લગ્ન જીવન દરમ્યાન તેમને સંતામા બે પુત્રો છે.ત્યારબાદ આરોપીએ ફરિયાદીને અનેકવાર જેમફાવે તેમ બોલાચાલી કરી,ઝઘડો કરતા તથા મારઝુડ પણ કરતા હોય તેનાથી કંટાળી ફરિયાદી તેમના ફૈબા પરલબેન ભરતભાઇ ઘાખડા પાસે રાજુલા ખાતે જતા રહ્યા હતા.

દરમ્યાન ગત તા.21/12/2019 નાં રોજ સેજલબેને તેમના પતિ પ્રતાપ તથા નાનાભાઇ રણજીત માણેકાઇ વાળા અને તેમના પત્નિ ગીતાબેન રણજીતભાઇ વાળા તેમજ સુરેશ રાવતભાઇ ગોહિલ સામે દુષ્કર્મ સહીતની કલમો હેઠળ સાવરકુંડલા ટાઉન પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાવેલ.જેની દાઝ રાખી ફરિયાદીને આરોપીએ તેના મોબાઇલ ફોનમા ફોન કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ડી.ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...