હવામાન:46 દિવસ બાદ શહેરમાં રાત્રે તાપમાન 21 ડિગ્રીથી વધી ગયુ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહત્તમ તાપમાન 35.3 ડિગ્રી સેન્ટિગ્રેડ રહ્યું : પાંચમી તારીખથી માવઠાની આગાહી હોય ખેડૂતો ચિંતિત
  • રાત્રે શિયાળાની કડકડતી ઠંડી હવે ગાયબ, આગામી 24 કલાકમાં લઘુત્તમ ઉષ્ણતામાન 2.2 ડિગ્રી સેન્ટિગ્રેડ વધ્યું

ભાવનગર શહેરમાં માર્ચ માસના આરંભથી રાત્રિના સમયે કડકડતી ઠંડી હવે સાવ ગાયબ થઇ ગઇ છે. એક જ દિવસમાં શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાનનો આંક 2.2 ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને આજે ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ જેથી રાત્રે પણ હવે પંખા અને એસી શરૂ થઇ ગયા છે. બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા તા.5 માર્ચથી ભાવનગરમાં માવઠાની આગાહીથી ખેડૂતોમાં ચિંતા ફેલાઇ છે.

ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન 35.2 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ તે આજે વધીને 35.3 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ. શહેરમાં 24 કલાક અગાઉ રાત્રે લઘુત્તમ ઉષ્ણતામાન 19.4 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ તે હવે 2.2 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા લઘુત્તમ ઉષ્ણતામાન 21.6 ડીગ્રી નોંધાયું હતુ આ અગાઉ 46 દિવસ પૂર્વે 16 ડિસેમ્બરે લઘુત્તમ ઉષ્ણતામાન 22.9 ડિગ્રી સેન્ટીગ્રેડ રહ્યું હતુ. બાદમાં સતત શિયાળુ ઠંડી રહી હતી. પણ હવે ઉનાળાનો આરંભ થશે તેવી ગરમી શરુ થઇ ગઇ છે. શહેરમાં હવામાં ભેજનું પ્રમાણ 21 ટકા નોંધાયું જ્યારે પવનની ઝડપ ઘટીને 6 કિલોમીટર થઇ ગઇ હતી.

ભાવનગર શહેરમાં આ વર્ષે ડિસેમ્બર મહિનામાં ઠંડીનું પ્રમાણ દર વર્ષથી ઓછુ રહ્યુ હતુ અને 16મી ડિસેમ્બરે તો લઘુતમ તાપમાન વધીને 22.9 ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ ગયુ હતું. ડિસેમ્બરના આ સપ્તાહમાં ઠંડી ગાયબ થઈ ગઈ હતી જો કે બાદમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાસમાં કડકડતી ઠંડી પડ્યા બાદ હવે શિયાળો અંત તરફ વધ્યો છે.

માવઠાની આગાહી હોય પાક ખુલ્લા હોય તો તત્કાલ સલામત સ્થળે ખસેડી લેવો
કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડુતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટિક/ તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું. જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.મા વેપારી અને ખેડુત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચતીના પગલા લેવા અનુરોધ કરવામાં આવે છે. એ.પી.એમ.સી.મા અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા. વધુ વિગત માટે જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(તાલીમ), કે.વી.કે. અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર – 18001801551નો સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...