તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:36 દિવસ બાદ એક્ટિવ કેસની સંખ્યા 10 થઇ ગઇ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક્ટિવ દર્દીની સંખ્યામાં થઇ રહેલો વધારો
  • ગ્રામ્ય કક્ષાએ પોઝિટિવનો એક કેસ મળ્યો અગાઉ 17 જુલાઇએ 12 દર્દી એક્ટિવ હતા

ગઈકાલે ભાવનગર શહેર કે ગ્રામ્ય-તાલુકા કક્ષાએ કોરોના પોઝિટિવનો એક પણ કેસ ન મળતા તંત્રએ રાહત અનુભવ્યા બાદ આજે ગ્રામ્ય કક્ષાએ પુન: એક પોઝિટિવ કેસ મળતા હવે સમગ્ર શહેર અન જિલ્લામાં કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓની સંખ્યા બે આંકડા 10ને આંબી ગઇ છે. જે આ જ માસમાં બે સપ્તાહ પૂર્વ શૂન્ય થઇ ગઇ હતી.

હાલ શહેરમાં 2 અને ગ્રામ્ય તાલુકા કક્ષાએ આઠ દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યાં છે. આ વધારો ચિંતાજનક છે. ભાવનગર જિલ્લામાં આજ સુધીમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 21,440 થઇ ગઇ છે અને તેની સામે કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા 21,133 છે આથી રિકવરી રેઇટ ઘટીને 98.57 ટકા થઇ ગયો છે.

આજ સુધીમાં શહેરમાં કોરોના પોઝિટિવના કુલ દર્દીઓની સંખ્યા 14,011 થઇ ગઇ છે અને તેની સામે 13,849 દર્દીઓ કોરોનામુક્ત થઇ જતા શહેર કક્ષાએ પણ રિકવરી રેઇટ 98.84 ટકા થઇ ગયો છે. ભાવનગર તાલુકા-ગ્રામ્ય કક્ષાએ આજ સુધીમાં કુલ પોઝિટિવ દર્દીની સંખ્યા 7429 થઇ ગઇ છે અને તેની સામે આજ સુધીમાં 7284 દર્દીઓ કોરોનામુક્ત થઇ જતા રિકવરી રેઇટ ઘટીને 98.05 ટકા થઇ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...