હવામાન:શહેરમાં 3 દિવસ બાદ બપોરે તાપમાન 40 ડિગ્રીને વટી ગયુ

ભાવનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • હવામાં ભેજનું પ્રમાણ ઘટીને 26 ટકા થયુ
  • શહેરમાં​​​​​​​ મહત્તમ તાપમાનનો પારો વધીને 40.2 ડિગ્રી થઇ ગયું, 12 કિલોમીટરની ઝડપે લૂ ફૂંકાઇ

ભાવનગર શહેરમાં દરિયાઇ ભેજવાળા પવનોનું જોર ઘટતા ગરમીનું જોર વધ્યું છે. બે દિવસ બાદ શહેરમાં તાપમાનનો પારો વધીને 40 ડિગ્રીને પાર કરી ગયો છે. શહેરમાં આજે મહત્તમ તાપમાન 40.2 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ. જ્યારે 12 કિલોમીટરની ઝડપે ગરમ પવન ફુંકાતા આજે બપોર કાળઝાળ ગરમીનો પુન: અનુભવ થયો હતો. ત્રણ દિવસ બાદ શહેરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું છે.

ભાવનગર શહેરમાં બે દિવસથી બપોરના સમયે ગરમ પવનો ફૂંકાવાના શરૂ થતા તાપમાનમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. ગઇ કાલે શહેરમાં તાપમાન વધીને 39.7 ડિગ્રી થઇ ગયું હતુ તે આજે વધીને 40.2 ડિગ્રીને આંબી ગયું હતુ. આમ, છેલ્લા 3 દિવસમાં મહત્તમ તાપમાનમાં 2.5 ડિગ્રીનો નોંધપાત્ર વધારો થયો છે. આગામી બે દિવસ મહત્તમ તાપમાન 40થી 41 ડિગ્રી રહેવાનું અનુમાન છે. દરિયાઇ પવનો નબળા પડતા બપોરે તો અસહ્ય બફારા અને ઉકળાટથી શહેરીજનોની હાલત કફોડી બની છે. ગરમીનું જોર આગામી દિવસમાં ક્રમશઃ વધશે અને 9 મે સુધીમાં ગરમીનો પારો 42 ડિગ્રી વટાવી જશે. ત્યારબાદ ગરમીથી આંશિક રાહત મળી શકશે.

ભાવનગર શહેરમાં આજે લઘુત્તમ ઉષ્ણતામાન 28.2 ડિગ્રી સેન્ટીગ્રેડે યથાવત રહ્યું હતુ જ્યારે આજે સવારે હવામાં ભેજનું પ્રમાણ 42 ટકા હતુ તે સાંજે 26ટકા નોંધાયું હતુ જ્યારે સવારે પવનની ઝડપ 10 કિલોમીટર હતી તે સાંજે વધીને 12 કિલોમીટર થઇ ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...