ત્રિ-પાંખીયો જંગ:23 વર્ષ પછી આત્મારામ પરમાર અને પ્રવિણ મારૂ વચ્ચે જંગ નહી

ભાવનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગઢડામાં દ્વિપક્ષીયને બદલે ત્રિ-પાંખીયો જંગ
  • ગઢડામાં 2002, 2007, 2012 અને 2017 ચારેય ચૂંટણી જંગ આ બે ઉમેદવાર વચ્ચે જ થયેલા

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે તા.1 ડિસેમ્બરના રોજ મતદાન છે ત્યારે આ વખતે ગઢડામાં એક નવો વિક્રમ સર્જાયો છે અને તે ઉમેદવારો વચ્ચેનો છે. ગઢડામાં 2002થી 2017 સુધીની ચારેય વિધાનસભા ચૂંટણી જંગ ભાજપના આત્મારામ પરમાર અને કોંગ્રેસના પ્રવિણ મારૂ વચ્ચે જ ખેલાયેલો. પણ આ વખતે હવે સંજોગો બદલાયા છે ત્યારે 2002 બાદ પ્રથમ વખત ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો બદલાયા છે. છેલ્લી ચાર ચૂંટણીથી દ્વિપાંખીયો જંગ હતો પણ આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિ-પાંખીયો જંગ નિશ્ચિત છે.

ગઢડાની બેઠક પર આત્મારામ પરમાર અને પ્રવિણ મારૂ વર્ષો જૂના ખેલાડી હતા પણ આ વખતે આ બે પૈકી એકેય ગઢડામાં ચુંટણી જંગના ચિત્રમાં નથી. ભાજપે શંભુપ્રસાદ ટુંડીયાને ટિકિટ આપી છે જ્યારે કોંગ્રેસે જગદીશ ચાવડાને ટિકિટ આપી છે. ઉપરાંત આપ પણ આ વખતે મેદાનમાં છે. આથી આ વખતે ત્રણ વચ્ચે જંગ જામશે. ગત વખતે આ બેઠક પર કોંગ્રેસના પ્રવિણ મારૂ વિજેતા થયા હતા.

21મી સદીમાં ખેલાયેલા ચારેય ચૂંટણી જંગમાં આત્મારામ પરમાર અને પ્રવિણ મારૂ વચ્ચે સિધો મુકાબલો હતો. છેક 1998માં વિધાનસભા ચૂંટણીમાં ગઢડામાં આ બે ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો ન હતો. અને હવે આ વખતે 2022ની ચૂંટણીમાં આ બે પૈકી એકપણ ઉમેદવાર ચૂંટણી જંગમાં નથી. આ વખતે ભાજપ, કોંગ્રેેસ અને આપ વચ્ચે ત્રિપાંખીયો જંગ છે.

અન્ય સમાચારો પણ છે...