દીપડો પકડાયો:દીપડો 2 મહિનાની જહેમત બાદ અંતે પાંજરે પુરાયો

ભાવનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક

માળનાથથી તળાજા-નાના ભીકડાની આસપાસ સહિતના વિસ્તારમાં દરવાજા વગરના ઘરમાં મહિલા સૂતી હતી ત્યારે દિપડાએ ઘરમાં ઘૂસી મહિલાને માથા પર ઇજા પહોંચાડ્યા બાદ સવારે મહિલાને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી વનવિભાગે આદમખોર દિપડાને ઝડપવા પીંજરૂ મુક્યુ હતું. જે બાદ નાના ખોખરાથી દીપડો પકડાયો હતો. તા.26 જુલાઈ રાત્રિના 10 થી 11 ના ગાળામાં પુરાયો હતો. જેના માટે પિંજરાથી 500 થી 700 મીટર દૂર જંગલના અધીકારીઓ નજર રાખીને બેઠા હતા.

દીપડો પકડાયો ત્યારે ઘોઘા સહિત તળાજા, ભાવનગરના અધિકારીઓ પણ હાજર હતા. દીપડાને પકડવા માટે સિંહ કે વાઘ જેવા પ્રાણી હોય તો તેને આસાનીથી ઓળખી શકાય છે પરંતુ દીપડાને પકડવા માટે છેલ્લા દોઢ પોણા બે મહિનાથી સતત રાત્રિના નજર રાખીને બેઠા હતા.

દિપડો પકડવા માટે જે પીંજરુ હોય છે તેની સિસ્ટમ અલગ હોય જેમાં મારણ માટે આવેલ દીપડાનો પગ છેલ્લા સ્ટેપ પર પડતાં જ પીંજરુ મોટા અવાજ બંધ થઈ જાય. હાલમાં દીપડાને પાલીતાણાથી વડાલ એનીમલ કેર સેન્ટરમાં રાખેલ છે જેને માણસના ઇજા પહોંચાડી હોવાથી સક્કરબાગ ખાતે મોકલાશે. લોકોમાં ભય પમાડનાર દીપડો બે મહિના બાદ પિંજરે પુરાયો

અન્ય સમાચારો પણ છે...