કોરોના અપડેટ:ભાવનગર શહેરમાં 12 દિવસ બાદ એક કેસ નોંધાતાં એક્ટિવ કેસની સંખ્યા 4 પર પહોંચી

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોનામાં કુલ 298 દર્દીઓના અવસાન થયા

ભાવનગર શહેરમાં 12 દિવસ બાદ કોરોનાનો કેસ નોંધાયો છે. હજી પાંચ દિવસ પહેલાં જ શહેર કોરોના મૂક્ત થયું હતું, ફરી પાછો એક કેસ નોંધાયો છે. શહેરમાં એક પુરુષનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે ગ્રામ્યમાં એકપણ કેસ નથી આવ્યો. આમ, ભાવનગર શહેરમાં એક કોરોનાનો દર્દી જ્યારે ગ્રામ્યમાં 3 કોરોનાના દર્દી સહિત કુલ 4 કેસ થયા છે.

રાજ્યભરમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો હતો, જોકે, છેલ્લા કેટલાક સમયથી કોરોના કાબુમાં આવી રહ્યો છે. તેની સામે સંભવિત કોરોનાની ત્રીજી લહેરની પણ ભીતિ છે. ત્યારે ભાવનગર જિલ્લામાં કોરોના નાબૂદ થતો હોય તેમ લાગી રહ્યું છે, પણ હરખાવાની કોઇ જરૂર નથી કારણ કે, જો સાવધાની હટી તો દુર્ઘટના ઘટી જેવી સ્થિતિ સર્જાઇ શકે છે. આજે શહેરમાં એક પુરુષનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના એકપણ કેસ નોંધાયો ન હતો.

જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 21 હજાર 450 થવા પામી છે. આજે ભાવનગર જિલ્લામાં એક કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ નોંધાયો. જિલ્લામાં નોંધાયેલા 21 હજાર 450 કેસ પૈકી હાલ 4 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં 298 દર્દીઓનું અવસાન થયા છે.

અન્ય સમાચારો પણ છે...