તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉદાિસનતા:જાહેરાત : 300 બેડની મધર કેર હોસ્પિ. બનશે, વાસ્તવિકતા: 7 વર્ષથી કેન્સર હોસ્પિ. શોભાનો ગાંઠિયો

ભાવનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગરમાં મહિને કેન્સરનાં 300 થી 400 દર્દીઓ, માવાનાં લીધે મોઢાના કેન્સરનાં સૌથી વધુ દર્દી
  • સર.ટી હોસ્પિ.માં 25 કરોડના ખર્ચે કેન્સર હોસ્પિટલનું બાંધકામ પૂર્ણ છતાં હજુ લોકાર્પણ થયું નથી

ભાવનગર માં સર.ટી હોસ્પિટલ ખાતે તાજેતરમાં નીતિનભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ મુલાકાત દરમિયાન મહિલાઓ અને બાળકો માટે 300 બેડની હોસ્પિટલ બનશે તેવી જાહેરાત કરવામાં આવી છે. તો સામે છેલ્લા 7 વરસથી 25 કરોડ નાં ખર્ચે બંધાયેલ કેન્સર હોસ્પિટલ ઉદ્દઘાટન નાં વાંકે ધૂળ ખાતી પડી છે. કેન્સર કેર હૉસ્પિટલ નું બાંધકામ 2014 નાં વરસથી શરૂ છે. 2019 વર્ષ નાં અંતમાં તે મોટાભાગે પૂર્ણ પણ થયું છતાં તેનું લોકાર્પણ ન થવાના વાંકે ભાવનગર નાં કેન્સરના દર્દીઓ મુશ્કેલી ભોગવી રહ્યા છે. આ સાધનોથી સજ્જ કેન્સર કેર હોસ્પિટલનું આગામી તા. 12 જુલાઈ બાદ કેન્સર હૉસ્પિટલ નું ઉદઘાટન કરવામાં આવશે.

સર.ટી. હોસ્પિટલમાં ગયા લોકડાઉન નાં સમયગાળા દરમિયાન જૂનમાં અહીં મશીનો આવ્યા પછી પણ હોસ્પિટલ નું સર્જીકલ કામ શરૂ થયું નથી. હોસ્પિટલ ની બનાવટ પાછળ 25 કરોડ અને મશીનો પાછળ 25 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. કેન્સર ની રેડીયેશન થેરાપી માટે સીટી સ્ટીમ્યુલેટર, બ્રેકી થેરાપી, લીનીયર એકસિલેટર મશીનો અહીં લાવવામાં આવ્યા છે તેના ઉપયોગ માટે કેન્દ્ર સરકાર હસ્તક ની એટોમિક એનર્જી રેગ્યુલેટરી બોર્ડની પરવાનગી પણ ફેબ્રુઆરી મહિનામાં આવી ગઈ છે. ભારત સરકાર દ્વારા ચાલતી પરમાણુ ઊર્જા નિયામક પરિષદ દ્વારા ત્રણેય મશીનો માટે પરવાનગી મળ્યા ની તારીખ થી વાપરવા માટે 5 થી 6 વર્ષની પરવાનગી આપવામાં આવી છે.

હજી જો કેન્સર હોસ્પિટલ નું બિલ્ડિંગ એમ જ રહ્યું તો 5 વર્ષ પછી મશીનોનાં ઉપયોગ માટે ફરીથી પરવાનગી લેવી પડશે. તમાકુ અને માવા નાં સેવન નાં લીધે કેન્સરના દર્દીઓ ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળે છે. જિલ્લામાં મહિને 300 થી 400 કેન્સર નાં દર્દીઓ નોંધાય છે. અત્યારે પણ કેન્સરની સારવાર માટે દર્દીઓને અમદાવાદ કે મુંબઈ જેવા શહેરોમાં જવું પડે છે. હાલમાં કેન્સર હોસ્પિટલ ખાતે 3 ડોકટર અને એક રેડિયોલોજી સ્ટાફની ખાતે ભરતી કરવામાં આવી છે. એમ. ઓ.યુ થયા બાદ પેરા મેડિકલ, કલાસ 3 અને 4 નાં 121 જેટલા સ્ટાફ ની ભરતીની મંજૂરી મળી ગયેલ છે. સર.ટી ખાતેની કેન્સર હોસ્પિટલ નું સંચાલન ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવશે.

તમામ પ્રકારની મંજુરી મેળવી લેવામાં આવી છે
કેન્સર હોસ્પિટલ માં અલગ અલગ પરવાનગી માટે ઘણો સમય લાગ્યો હતો અને ત્યારબાદ કોરોનાનાં દર્દીઓને રાખવા ઉપયોગ માં લેવાતી હતી. ફેબ્રુઆરી મહિનામાં ત્રણેય મશીનોને વાપરવાની પરવાનગી મેળવી લેવામાં આવી છે. મંત્રી લેવલે નિર્ણય લેવાય પછી કેન્સર હૉસ્પિ.નું ઉદઘાટન કરાશે.- ડો.જયેશ બ્રહ્મભટ્ટ, મેડિકલ સુપ્રિ., સર.ટી. હોસ્પિટલ

અન્ય સમાચારો પણ છે...