તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિચારણા:સુરત-દિલ્હીની ફ્લાઇટ ભાવનગર સુધી લંબાવવામાં આવે તો ફાયદો

ભાવનગર8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભાવનગરથી ઉત્તર ભારત તરફ સીધી કનેક્ટિવિટી મળી શકે

ભાવનગરના યાત્રિકોને ઉત્તર ભારત અને દિલ્હી જવું હોય તો ફરજીયાતપણે અમદાવાદથી ફ્લાઇટ પકડવી પડે છે. સુરત-દિલ્હી વચ્ચે દૈનિક ત્રણ ફ્લાઇટ ચાલે છે તે પૈકી એક ને ભાવનગર સુધી લંબાવવામાં આવે તો ભાવનગર અને અમરેલી જિલ્લાના યાત્રિકોને ફાયદો થઇ શકે છે.

સુરતથી દિલ્હી વચ્ચે દૈનિક ધોરણે ત્રણ ફ્લાઇટનું સંચાલન થાય છે. સુરતથી ભાવનગરનું હવાઇ અંતર પણ ટુંકુ છે. ભાવનગરથી ઉત્તર ભારત તરફ જવા આવવા માટે મુસાફરોને ફરજીયાતપણે અમદાવાદ એરપોર્ટ પરથી કનેક્ટિંગ ફ્લાઇટ પકડવી પડે છે. તેના માટે ભાવનગરથી અમદાવાદ સડકમાર્ગે જવું-આવવું પડે છે અને તેના માટે પણ 4 કલાક જેટલો સમય બગાડવો પડે છે.

ભાવનગરથી દિલ્હી વાયા સુરતની ફ્લાઇટ આપવામાં આવે તો ભાવનગરથી સુરત, અને ભાવનગરથી દિલ્હી એમ બંને તરફના ટ્રાફિકને ફાયદો મળી શકે તેમ છે. વળી સુરત-દિલ્હી વચ્ચે રોજની ત્રણ ફ્લાઇટ ઉપલબ્ધ છે, તે પૈકી એકને ફક્ત ભાવનગર સુધી લંબાવવાની આવશ્યક્તા છે.

ડૉ.ભારતીબેન શિયાળ, ડૉ.મનસુખ માંડવીયા, શક્તિસિંહ ગોહિલ, એમ ત્રણ સાંસદો ભાવનગર જિલ્લાના વતની છે અને સંસદમાં પોતાનો અવાજ રજૂ કરવા માટે સક્ષમ છે. ત્યારે ભાવનગરને દિલ્હી સુધીની એક ફ્લાઇટ કનેક્ટિવિટી ફાળવવામાં આવે તો સમગ્ર ઉત્તર ભારતનો ટ્રાફિક પણ ભાવનગરથી સંચાલિત થઇ શકે તેમ છે. આ ઉપરાંત પિપાવાવના શિપિંગ ઉદ્યોગને પણ દિલ્હીની ફ્લાઇટ મેળવવા માટે મુંબઇ જવું પડે છે તેના બદલે ભાવનગરથી સીધી કનેક્ટિવિટી મળી શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો