તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:પીલગાર્ડનમાં પ્રવેશ, ફોટોગ્રાફીની ફી ચુકવવી પડશે

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આવારા તત્વો દ્વારા કરાતુ નુકશાન અટકાવવાનો હેતુ, 5 વર્ષથી નાના માટે ફ્રીમાં પ્રવેશ

મહાનગરપાલિકા દ્વારા એક પછી એક બગીચાઓમાં ફીનાં ધોરણો નક્કી કરવામાં આવ્યા છે. બોરતળાવ બાલવાટિકા, અકવાડા, ગંગાજળીયા તળાવ બાદ હવે સરદારબાગ એટલે કે પીલ ગાર્ડનમાં પણ હવે 1લી સપ્ટેમ્બર થી પ્રવેશ,પાર્કિંગ સહિતની ફી ચૂકવવી પડશે. ગાંડા અને આવાર તત્વો દ્વારા કરાતા નુકસાનને અટકાવવાના હેતુસર પ્રવેશ ફી રાખવાનો નિર્ણય કરાયો છે. જોકે અગાઉ પીલગાર્ડનમાં પ્રવેશ ફી નહીં લેવા શાસક વિપક્ષમાં વિવાદ થયો હતો જેને ગત જુનમાં સહમતિ મળી ગઈ હતી.

30મી જુને મળેલી સાધારણ સભામાં સરદારબાગ બગીચામાં પ્રવેશ સહિતની જુદી જદી ફીનું ધોરણ નક્કી કરાયું હતું. જેનો આગામી તા.1લી સપ્ટેમ્બરથી અમલીકરણ થશે. સરદારબાગ બગીચામાં મુલાકાતીઓ માટે 5 વર્ષના બાળકને પ્રવેશ વિનામૂલ્યે બાકી અન્ય વ્યક્તિ દીઠ રૂ.10, વિડિયો શુટીંગ માટે રૂ.500, પ્રોફેશનલ કેમેરા ફી રૂ.100, પાર્કિંગ ફી ટુ વ્હીલર માટે રૂ.10 અને ફોર વ્હીલર માટે રૂ.20 તેમજ સવારે 6 થી 10 વોકિંગ ફી માસિક ફેમિલી પાસ રૂ.300 તા.1લી સપ્ટેમ્બરથી વસુલ કરાશે.

અન્ય સમાચારો પણ છે...