શિક્ષણ વિભાગ:ગણિત બેઝિક કે સ્ટાન્ડર્ડ બન્નેના છાત્રને ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ

ભાવનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધો.10માં દિવ્યાંગો માટે લાયકાતના ધોરણો સુધારાશે
  • શિક્ષણ વિભાગ દ્વારા ગાઇડલાઇન જાહેર, કૃપા ગુણ સાથે પાસ થનારાને પ્રવેશ માટે લાયક ગણાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10માં પાસ થયેલા અને ડિપ્લોમા ઇજનેરી પ્રવેશની લાયકાત ધરાવનારા ઉમેદવારો માટે ધો.10ની ગુજરાત બોર્ડની બન્ને ગણિત એટલે કે ગણિત બેઝિક અને ગણિત સ્ટાન્ડર્ડ બન્નેને વર્ષ 2022-23થી પ્રવેશ માટે સમકક્ષ ગણવાના રહેશે તે મુજબનો ઠરાવ કરાયો છે. ગુજરાત બોર્ડ દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીઓને ધો.10માં 20 ગુણ સાથે પાસ કરવામાં આવે છે.ડિપ્લોમા પ્રવેશ માટેની દિવ્યાંગ વિદ્યાર્થીઓની ઉપલબ્ધ બેઠકો અને પ્રવેશ મેળવ્યો હોય તેવા દિવ્યાંગોની 3 વર્ષની આંકડાકીય માહિતીનો સમિતિએ અભ્યાસ કર્યો હતો.

સમિતિની ભલામણ મુજબ જીટીયુના કુલપતિએ એઆઇસીટીઇને ધો.10 પાસ થતા દિવ્યાંગ વિદ્યાર્થીને ખાસ કિસ્સામાં ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ માટે લાયક ગણવા અને વર્ષ 2022-23ની એન્ડબૂકમાં લાયકાતના ધોરણે તરીકે પ્રદર્શિત કરવા પત્ર લખવાનો રહેશે. જ્યાં સુધી એઆઇસીટીઇ દ્વારા આ બાબતે સ્પષ્ટતા ન થાય અને તે પ્રોસેસ હેન્ડબૂકમાં પ્રદર્શિત ન થાય ત્યાં સુધી હાલનો નિયમ યથાવત રહેશે.

ગુજરાત બોર્ડના નિયમ મુજબ વિદ્યાર્થીઓને પાસ કરવા કૃપા ગુણ અપાય છે. ખાલી બેઠકોની ઉપલબ્ધિ અને વિદ્યાર્થી હિતને ધ્યાને લઇને કૃપા ગુણ ઉમેર્યા હોય તેવા ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી સાથે લઘુત્તમ 35 ટકા માર્ક સાથે ઉત્તિર્ણ વિદ્યાર્થીને ડિપ્લોમા ઇજનેરીમાં આ વર્ષથી પ્રવેશપાત્ર ગણવાનો ઠરાવ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...