એજ્યુકેશન:કુલ 84 મોડેલ સ્કૂલ અને 80 KGBVમાં પ્રવેશ કાર્યવાહી

ભાવનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રચનાત્મક પરિણામના આધારે પ્રવેશ અપાશે
  • રાજ્યમાં મોડેલ સ્કૂલમાં 25 હજાર વિદ્યાર્થીઓ કેજીબીવીમાં 2,000 બાળકીઓની પ્રવેશ ક્ષમતા

શૈક્ષણિક વર્ષ 2021-22 માટે 84 મોડેલ સ્કૂલ અને રાજ્ય સરકાર સંચાલિત 80 કેજીબીવીમાં પ્રવેશ પરીક્ષા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા મંગાવવામાં આવેલી અરજીઓ આશરે 1,20,959 અને જીઓજી કેજીબીવી અંતર્ગત આશરે 26,200 જેટલી આવેલી છે. તેની સામે ધો.6થી ધો.9 મોડેલ સ્કૂલ કે મોડેલ ડે સ્કૂલમાં 25,000 જેટલા બાળકોનું અને રાજ્ય સરકાર સંચાલિત કેજીબીવીમાં 2,000 બાળકીઓનું નામાંકન કરવાનું થાય છે.

ધો.6થી ધો.8ના વર્ગ દીઠ 40 બાળકો મુજબ બે વર્ગ એટલે 240 અને ધો.9ના વર્ગ દીઠ દ60 બાળકો મુજબ 120 બાળકો. આમ, એક મોડેલ સ્કૂલમાં ધો.6થી 9માં 360 બાળકોનું નામાંકન કરવાનું થાય છે. પરિપત્ર પ્રમાણે ધો.5થી ધો.8નું શિક્ષકો દ્વારા તૈયાર કરાયેલ રચનાત્મક પરિણામના આધારે બાળકોનું 700 ગુણમાંથી વિષયવાર માર્કિંગના આધારે 60 ટકાથી વધુ ટકાવારી ધરાવતા બાળકોને મોડેલ સ્કૂલમાં તથા કેજીબીવીમાં ધો.6થી ધો.9માં એડમિશન આપવાનું રહેશે.

સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરે જણાવ્યું છે કે જિલ્લાવાર-સ્કૂલવાર અરજીપત્રકો મોકલાશે. જેમાં પ્રથમ, દ્વિતીય, તૃતિય પ્રાથમિકતા કે રાઉન્ડ કરીને તા.19 જૂન સુધીમાં આ કામગીરી પૂર્ણ કરવાની રહેશે. તમામ એક્સેલ શીટ જિલ્લા એમઆઇએસ શાખા દ્વારા જે તે શાળાના આચાર્યો કે કેજીબીવીએ મેળવી લેવાના રહેશે. પ્રવેશ કાર્યવાહી માટે ડીઇઓ, ડીપીઇઓ, વિગેરેનો સમાવેશ કરીને કમિટિ બનાવવાની રહેશે. પ્રવેશ મળ્યા બાદ ઘરે બેઠા હોમ લર્નિંગથી બાળકોને શિક્ષણ આપવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...