શિક્ષણ:ઇજનેરીમાં રજિસ્ટ્રેશનથી વંચિતો માટે પ્રવેશ કાર્યવાહી, 25 ઓકટોબર સુધી ફોર્મ ભરી શકાશે

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારી-ગ્રાન્ટેડ ઇજનેરી કોલેજોમાં ખાલી 1581 બેઠકો માટે પ્રક્રિયા હાથ ધરાઇ

એડમિશન કમિટિ ફોર પ્રોફેશનલ કોર્સીસ દ્વારા રાજ્યમાં ડિગ્રી ઇજનેરી કોલેજો પૈકી સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં નોન એલોટમેન્ટને લીધે ખાલી રહી ગયેલી 1581 જેટલી વિવિધ વિદ્યાશાખાની બેઠકો માટે પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં અગાઉ રજિસ્ટ્રેશનની વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓ જ ભાગ લઇ શકશે. રાઉન્ડ-2 બાદ સરકારી અને ગ્રાન્ટેડ ઇજનેરી કોલેજો ખાતે ખાલી રહી ગયેલી બેઠકો પ્રવેશ સમિતિની વેબસાઇટ www.jacpcldce.ac.in પર ઉપલબ્ધ છે.

આ પ્રવેશ કાર્યવાહી માત્ર રજિસ્ટ્રેશનની વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓ જ છે. ગુજકેટ-2021 કે જેઇઇ-2021 આપી હોય તેવા વિદ્યાર્થીઓ જ પ્રવેશ માટે લાયક ગણાશે. આ માટે તા.21 ઓક્ટોબરથી તા.25 ઓક્ટોબર દરમિયાન એપ્લિકેશન ફોર્મ વેબસાઇટ www.jacpcldce.ac.in પરથી ડાઉનલોડ કરીને વિગતવાર ભરવાના રહેશ અને તા.25 ઓક્ટોબર સુધીમાં તેની લિન્ક પર ભરવાના રહેશે.

આ માટે જરૂરી નોંધણીની સાથે ડોક્યુમેન્ટ તા.21થી 25 ઓક્ટોબર સુધીમાં ફક્ત એસીપીસી બિલ્ડિંગ, એલડી ઇજનેરી કોલેજ કેમ્પસ, નવરંગપુરા, અમદાવાદ ખાતે ભરવાના કે મોકલવાના રહેશે. આ પ્રવેશ માટે કોમન મેરિટ લિસ્ટ એસીપીસી દ્વારા તા.26 ઓક્ટોબરના રોજ એસીપીસીની વેબસાઇટ www.jacpcldce.ac.in /be.asp પર જાહેર કરવામાં આવશે. કે જે કોલેજોની ખાલી બેઠકો, ફી તેમજ અન્ય માહિતી એસીપીસીની વેબસાઇટ www.jacpcldce.ac.in પર ઉપલબ્ધ છે.

અન્ય સમાચારો પણ છે...