કાર્યવાહી:લાયકાત વિના RTEમાં પ્રવેશ લેનારા 70 બાળકોનો પ્રવેશ રદ

ભાવનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આવક, ખોટા ડોક્યુમેન્ટ વિ. કારણે પ્રવેશ રદ
  • 2021-22માં ભાવનગર શહેરમાં કુલ 967 બાળકોને વિનામૂલ્યે ખાનગી શાળામાં ધો.1માં પ્રવેશ અપાયેલો

ભાવનગર શહેરમાં રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ મફત શિક્ષણ માટે ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધો.1માં પ્રવેશ માટે કાર્યવાહી હવે શરૂ થવાની છે. ત્યારે ગત વર્ષની આંકડા જોઇએ તો શહેરમાં રાઇટ ટૂ એજ્યુકેશન અંતર્ગત કુલ 697 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો જ્યારે 70 બાળકોના પ્રવેશ વિવિધ કારણોસર રદ કરવામાં આવ્યાં હતા. 2021-22ના વર્ષ માટે ભાવનગર શહેરમાં શાળાઓમાં કુલ 1000 બાળકોના પ્રવેશની ક્ષમતા હતી.

70 જેટલા બાળકના આરટીઈ હેઠળના એડમિશન ડીઇઓ કચેરીએ રદ કર્યા હતા. આ વર્ષે પણ આ પ્રકારના કિસ્સા જે સામે આવ્યા છે તેના નામ-સરનામા શોધીને તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત ભાવનગરની દરેક ખાનગી શાળાને સંચાલકોને પણ સૂચના આપવામાં આવી છે કે જે કોઈની સ્કૂલમાં આ પ્રકારના લાયકાત વિનાના આર્થિક સક્ષમ, ગાડી-બંગલો ધરાવતા વાલીઓ ધ્યાનમાં આવે તો તુરંત જ તેના નામ-સરનામાં જિલ્લા શિક્ષણાધિકારીને મોકલે. અમે કાર્યવાહી કરીશું.

ચાલુ વર્ષ 2021--22ના વર્ષમાં એડમિશન રદ થયા છે તેવા બાળકોના વાલીઓએ રજૂ કરેલા ડોક્યુમેન્ટમાં જન્મ તારીખ કે અન્ય કોઇ લાયકાત, સિંગલ ગર્લ ચાઇલ્ડ, આંગણવાડીના આધારભૂત સર્ટિફિકેટ, આવકના પ્રમાણપત્રમાં ગોલમાલ કે અન્ય પ્રમાણપત્ર ન હોવાથી એડમિશન રદ કરાયા હોવાનું ડીઇઓ કચેરીમાંથી જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...