તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શાળામાં પ્રવેશ:ધો.9-12માં DEOની મંજૂરીથી તા.28મી ફેબ્રુઆરી સુધી પ્રવેશ, હવે તો ધો.9થી 12માં શાળા પણ શરૂ થઇ ગઇ

ભાવનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • કોરોનાને લીધે પાંચ વખત શાળા પ્રવેશ માટેની મુદ્દત લંબાવ્યા બાદ આખરી તક

શૈક્ષણિક વર્ષ 2020-21માં કોરોનાના કહેરને લીધે ધો.9થી ધો.12ની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં પ્રવેશ માટે અગાઉ પાંચ વખત મુદ્દત વધાર્યા બાદ હજી એક અંતિમ વખત પ્રવેશની તક આપવામાં આવી છે. જે મુજબ હવે વિદ્યાર્થીઓ કે જેઓ શાળા પ્રવેશથી હજી વંચિત છે તેઓ તા.28 ફેબ્રુઆરી સુધીમાં જિલ્લા શિક્ષણાધિકારીની મંજૂરીથી એડમિશન મેળવી શકાશે.

આ વર્ષે કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ સમક્ષ અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા રજૂઆત કરાઇ હતી કે હજી કેટલાક કુટુંબો કોરોનાને લીધે બહારગામ હતા તેઓ હવે પરત ફરી રહ્યાં છે ત્યારે શાળાઓમાં એડમિશનની અંતિમ અવધિ લંબાવવા રજૂઆત કરી હતી.

આથી શૈક્ષણિક વર્ષ 2020-21માં ધો.9થી ધો.12માં પ્રવેશ વંચિતોને એડમિશન માટે પાંચ વખત મુદ્દત વધારીને અંતિમ તા.31 જાન્યુઆરી કરવામાં આવી હતી. તે હવે વધારીને તા.28 ફેબ્રુઆરી સુધી કરવામાં આવી છે. જો કે આ માટે જિલ્લા શિક્ષણાધિકારીની મંજૂરી લેવી જરૂરી છે. હવે શાળાઓ પણ શરૂ થઇ ગઇ છે તેમજ પ્રવેશની કાર્યવાહી પૂર્ણ થઇ ગઇ હોય આ અંતિમ તક 28 ફેબ્રુઆરી સુધી આપવામાં આવી છે. આ વર્ષે કોરોનાની મહામારીને લીધે ધો.9થી 12માં પ્રવેશ વંચીતો માટે પાંચ પાંચ વખત મુદ્દત વધાર્યા બાદ હવે શાળા શરૂ થઈ ગઈ છતા એક અંતિમ તક અપાઈ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો