તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માર્ગદર્શિકા:અન્ય બોર્ડના વિદ્યાર્થીઓ માટે ધો.11માં પ્રવેશ માર્ગદર્શિકા જાહેર, અન્ય બોર્ડમાંથી ધો.10 સામાજિક વિજ્ઞાન સાથે પાસ ન કર્યું હોય છતાં આ વર્ષે પ્રવેશ

ભાવનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

જે વિદ્યાર્થીઓએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સમકક્ષતા ધરાવતા અન્ય બોર્ડમાંથી ધોરણ 10 સામાજિક વિજ્ઞાન સાથે પાસ ન કર્યું હોય પરંતુ ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી તેમજ અન્ય વિશે સાથે ધોરણ 10 પાસ કર્યું હોય તેવા વિદ્યાર્થીઓને કોરોનાની હાલની પરિસ્થિતિમાં માત્ર શૈક્ષણિક વર્ષ 2020-21 માટે જ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી શાળાઓમાં ધોરણ 11માં પ્રવેશ મેળવી શકશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ફેરફાર માત્ર એક વર્ષ માટે અમલી રહેશે.

બોર્ડના પરિપત્ર માં વધુમાં જણાવાયું છે કે અન્ય સૂચનાઓ યથાવત રહેશે. આ વિગતો સાથે ધોરણ 11 માં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓને જિલ્લા શિક્ષણાધિકારીની મંજુરીથી આગામી તારીખ 15 ડિસેમ્બર સુધીમાં પ્રવેશ આપી શકાશે તેમ ભાવનગરના બોર્ડના પ્રતિનિધિ રાજુભાઈ ભટ્ટે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો