સ્ટેટ બેડમિંટન ચેમ્પિયનશિપ:ભાવનગર ખાતે રમાઇ રહેલી સ્ટેટ બેડમિંટન ટુર્ના.માં અદીતા રાવ, સિધ્ધ શાહ, જીત પટેલ બેડમિંટનની ફાઇનલમાં

ભાવનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રવિવારે સવારે 10થી 1 જુદા જુદા ગ્રુપની ફાઇનલ રમાશે

ભાવનગરના સિદસર સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે રમાઇ રહેલી સ્ટેટ બેડમિંટન ચેમ્પિયનશિપ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઇ છે. મેઈન ડ્રોની મેન્સ સિંગલ્સના સેમી ફાઈનલમાં કચ્છના નંબર-1 સિડિંગ ધરાવતા અધિપ ગુપ્તાની સામે ગાંધીનગરના ખેલાડી યશેન્દ્ર ખશ્વાહાએ 8-21, 18-21થી જીત મેળવી છે તથા અમદાવાદના નંબર-3 સિડ ધરાવતા અનુપમ અકોલકર સામે અનસિડેડ વિશાલ દવેએ 12-21, 21-13, 15-21થી જીત મેળવી છે. ફાઇનલમાં ગાંધીનગરના ખેલાડી યશેન્દ્ર ખશ્વાહા અને વિશાલ દવે સામસામે ટકરાશે.

વિમેન્સ સિંગલ્સના સેમી ફાઈનલમાં ફ્લોરા એન્જિનિયર સામે આણંદની નંબર-1 સિડેડ અદિતા રાવ એ 21-19, 21-19થી જીત મેળવી છે. બોયઝ અંડર-19 સિંગલ્સના સેમી ફાઇનલ રાઉન્ડમાં મહેસાણાના મહમદ અલી મીર સામે અમદાવાદના સિધ્ધ શાહ એ 21-14, 217-21, 21-16થી જીત મેળવી અને નંબર-2 સિડ ધરાવતા સુજલસિંહ બારૈયા સામે વડોદરાના જીત પટેલે 21-10, 21-18થી જીત મેળવી મેજર અપસેટ સર્જ્યો હતો.

ગર્લ્સ અંડર-19 સિંગલ્સના સેમી ફાઇનલ રાઉન્ડમાં ભરૂચની આયેશા સામે એડિટ રાવ એ 21-16, 21-16થી જીત મેળવી છે અને સુરતની રૂત્વી બલોની (બીજી સિડ) સામે આણંદની એશાની તિવારી (અનસિડેડ પ્લેયર) એ 21-12, 21-10થી જીત મેળવી છે.

બોયઝ અંડર-19 ડબલ્સના સેમી ફાઇનલ રાઉન્ડમાં પ્રણવ ગોગોઈ અને ધ્રુવ રાવલની જોડીએ દેવ રાજપૂત અને હર્ષ ચુડાસમા સામે 21-13, 21-17થી જીત મેળવી અને આનંદ મકવાણા અને સુજલસિંહ બારૈયની જોડીએ કેવિન શાહ અને સુજલ ગુટ્ટા સામે 21-12, 21-19થી જીત મેળવી છે.

ગર્લ્સ અંડર-19 ડબલ્સના સેમી ફાઇનલ રાઉન્ડમાં ઈશાની શર્મા અને દમક ચૌહાણ જોડીએ તનીષા નૈયર અને વિવિત્સના યાદવ સામે 13-21, 21-18, 21-17થી જીત મેળવી છે તથા જાનવી પટેલ અને વૈદેહી દવે ની જોડીએ દર્શી આચાર્ય અને નંદીની ઓઝા સામે 21-19, 21-18થી જીત મેળવી છે.

અન્ય સમાચારો પણ છે...