તકેદારી:ફટાકડા ફોડતી વખતે પૂરતી તકેદારી રાખવી આવશ્યક

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સેનેટાઇઝરવાળા હાથે કદાપિ ફટાકડા ન ફોડો

તા.4 નવેમ્બરને ગુરૂવારે દિવાળીનુ મહાપર્વ છે જેમાં આબાલવૃદ્ધ સૌ કોઇ ફટાકડા ફોડવાનો આનંદ માણશે પણ ફટાકડા ફોડવામાં જરા પણ ગફલત થઇ જાય તો આ આનંદ દાઝી જવાની દુર્ઘટનામાં ફેરવાઇ શકે છે માટે આ પર્વની ઉજવણીમાં ફટાકડા ફોડતી વખતે પૂરી તકેદારી રાખવી અત્યંત આવશ્યક છે. ગુરૂવારની રાત્રે શહેરના આતાભાઇ ચોક, મહિ‌લા કોલેજ, રૂપાણી, વિજયરાજ નગર, હિલડ્રાઇવ, સરદારનગર,સુભાષનગર, સહિ‌તના વિસ્તારોમાં ફટાકડાની ગુંજ અને આતશબાજીના રંગ ઝળહળશે.

ફટાકડા ફોડતા આટલું અવશ્ય કરો...

 • આગ અથવા સળગતી ઉઠે તેવા પદાર્થોથી ફટાકડા દૂર રાખો.
 • ફટાકડાથી દૂર ઉભા રહી ફટાકડા ફોડવા.
 • આગથી બચવા સુતરાઉ કપડા પહેરીનેજ ફટાકડા ફોડો.
 • જરૂર પડે ફાયર બ્રિગ્રેડ વિભાગને ફોન નં. 101 ઉપર સંપર્ક કરવો.
 • શ્વાસની કોઇ પણ સમસ્યાવાળા લોકોએ ફટાકડા ફુટે ત્યારે ઘરમાં જ રહેવું .
 • બહાર સિલ્ક અથવા સિન્થેટિક ફેબ્રિક ન પહેરો.
 • ફટાકડા ફોડવા બાકસની દીવાસળીને બદલે અગરબત્તીનો ઉપયોગ કરો .

ફટાકડા ફોડતી આટલું ન કરો....

 • ગીચ વિસ્તારમાં, સાંકડી ગલી કે ખાંચામાં ફટાકડા ન ફોડવા.
 • ફટાકડાને ખીસ્સામાં રાખવા નહીં તથા સળગાવી ઘા કરવો નહીં.
 • કોરોના હોય ફટાકડા ફોડતી વખતે મોટો મેળાવડો ભેગો ન કરો.
 • સેનેટાઇઝરવાળા હાથે કદાપિ ફટાકડા ન ફોડો, તેની બોટલ પણ દુર રાખો.
 • નહી સળગેલા ફટાકડાનું પરિક્ષણ ન કરતાં તેને છોડી દેવા.
 • વાહનોની આજુબાજુમાં ફટાકડા ફોડવા નહીં.
 • વીજળીના થાંભલા અને વાયરો પાસે ક્યારેય ફટાકડા ન ફોડો.
અન્ય સમાચારો પણ છે...