તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહતનો શ્વાસ:સરકારી હોસ્પિ.માં બેડ, વેન્ટીલેટર અને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ભાવનગરમાં સરકારી હોસ્પિટલોમાં 48 ટકા અને ખાનગીમાં 25 બેડ ખાલી
  • સરકારી-ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજન સાથેના 546, ઓક્સિજન વગરના 221 બેડ ખાલી

ભાવનગરની સરકારી સર તખ્તસિંહજી હોસ્પિટલમાં કોરોનાના કેસની સંખ્યફા ઘટતા તેમજ સાજા થતા દર્દીઓની સંખ્યા વધતા પરિસ્થિતિ થોડી હળવી થઇ છે. હોસ્પિટલના તંત્રવાહકોના જણાવ્યા મુજબ સર ટી. હોસ્પિટલમાં દાખલ થતા કોરોનાના પોઝિટિવ દર્દીઓને તેમની જરૂરિયાત મુજબના બેડ, આઇસીયુ બેડ, બાયપેક, વેન્ટીલેટર તથા ઓક્સિજન તેમજ રેમડેસિવિર જેવા ઇન્જેકશન સહિતની સુવિધાઓ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. આજની તારીખના સરકારી ડેટા મુજબ ભાવનગરની 3 સરકારી હોસ્પિટલોમાં 48.1 ટકા અને 55 ખાનગી હોસ્પિટલોમાં 25.2 ટકા બેડ ખાલી છે.

ભાવનગરમાં હાલ અન્ય હોસ્પિટલોની તુલનામાં આ સરકારી હોસ્પિટલમાં ડોકટરો વધુ અનુભવી અને નિષ્ઠાવાન છે. સરકારી તંત્ર ખરાબ જ હોય છે તેવી માનસિકતા અને ભયને કારણે લોકો સર ટી. હોસ્પિટલમાં જતા નથી. બીજી બાજુ ખાનગી હોસ્પિટલમાં ખાલી બેડ જોઇએ ત્યારે મળતા નથી. આજની તારીખે ગુજરાત સરકારની કોવિડ-19ની વેબસાઇટ મુજબ ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં કુલ 815 બેડ ઉપલબ્ધ છે જેમાં 418 બેડમાં દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યાં છે અને 397 બેડ ખાલી છે. જેમાં 75 પૈકી 2 બેડ વેન્ટીલેટર સાથેના આસીયુના બેડ ખાલી છે. વેન્ટીલેરટને ઓપરેટ કરવા માટે સ્ટાફ પણ પૂરતો છે.

ઓક્સિજન સહિતની સુવિધાવાળા 256 બેડ ખાલી છે જ્યારે ઓક્સિજનની સુવિધા વગરના 139 બેડ ખાલી છે. સર ટી. હોસ્પિટલમાં વધારાની 20 હજાર લીટરની ક્ષમતાની લિક્વીડ ઓક્સિજન ટેંક સ્થાપિત થઇ ગઇ હોવાથી હોસ્પિટલની ક્ષમતા 35 હજાર લીટરની ક્ષમતાની થઇ જતા દર્દીઓને ઓક્સિજનની કોઇ મુશ્કેલી નડતી નથી.

ઓક્સિજનના સિલિન્ડરના અન્ય રાજ્યોમાં કાળાબજાર
ભાવનગર ઓક્સિજન માટેનું હબ હોવાને કારણે ઓક્સિજનના બાટલા અને ઓક્સિજનનું ઉત્પાદન પર્યાપ્ત પ્રમાણમાં છે. પરંતુ ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં ઓક્સિજનની માંગ વધતા ત્યાં ઓક્સિજનના ખાલી સિલિન્ડરની કિંમત પણ ભાવનગરથી બમણી એટલે કે રૂા.20 હજાર સુધી પહોંચી ગઇ છે. ઓક્સિજનના બાટલાઓની વધુ કિંમત અન્ય રાજ્યોમાં મળતી હોવાથી ભાવનગર અને અલંગથી દિલ્હી, બિહાર અને મધ્ય પ્રદેશમાં ઓક્સિજજના બાટલાઓનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે. આ કાળાબજારના ધંધાને સરકારી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રોકવામાં નહીં આવે તો લોકોને ઓક્સિજન મળવો મુશ્કેલ બની જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તેવી સંભાવના છે.

સરકારી હોસ્પિટલોમાં બેડની સ્થિતિ
નામકુલ બેડખાલી બેડઓક્સિજન સાથેઓક્સિજન વિના
સર ટી. હોસ્પિટલ815397256139
લેપ્રસી હોસ્પિટલ1084141---
રેલવે હોસ્પિટલ653316
ખાનગી હોસ્પિટલોમાં બેડની સ્થિતિ
કુલ હોસ્પિટલકુલ બેડખાલી બેડ

ઓક્સિજન સાથે ઓક્સિજન વિના

55164241221576

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...