તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સામે સાવચેત રહો, ડરો નહીં:ઈન્જેકશન, બેડ સહિતની બાબતો અંગે ભાવનગરમાં પુરતી વ્યવસ્થા

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 500 બેડની સુવિધા વધારી 1000ની કરવામાં આવી, નવા 250 બેડ અંગે પણ આયોજન ઘડાયું

ભાવનગરનું તંત્ર કોરોનાની આપત્તિ સામે લડવા સજ્જ છે. ઈંજેકશન, બેડ, ઓક્સિજન અને વેન્ટીલેટર સહિતની તમામ બાબતો અંગે આગોતરૂ આયોજન છે. તેમ રાજ્ય સરકારના પ્રતિનિધી તરીકે છેલ્લા ચાર દિવસથી ભાવનગર ખાતે રહેલા રાજ્યમંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું હતંુ કે, કોરોનાના દર્દીઓ માટે 500 બેડમાં વધારો કરીને 1000 બેડની વ્યવસ્થા કરી છે અને આગોતરૂ આયોજન કરી લેપ્રસી હોસ્પિટલ સહિતના બીજા 250 બેડની વ્યવસ્થા પણ થઈ રહી છે. રેમડેસિવીર ઈંજેકશનનો જથ્થો હોસ્પિટલમાં પુરતા પ્રમાણમાં છે. ત્યાં રોગી કલ્યાણ સમિતિની ઓફિસમાં મામલતદાર કક્ષાના અધિકારીને નિયત ફોર્મમાં િવગતો ભરીને આપવાથી ખાનગી હોસ્પિટલમાં દાખળ થયેલા દર્દીઓને પણ ઈંજેકશન આપવામાં આવે તેવી વ્યવસ્થા શરૂ થઈ ગઈ છે.

સરકારી હોસ્પિટલમાં વેન્ટીલેટર પુરતા પ્રમાણમાં છે અને હજી એક જથ્થો બુધવારે સરકાર તરફથી મળશે. લોકોને કોરોનાના રોગ સામે સાવચેતી અને સલામતીના પગલા લેવા અને ડર નહીં રાખવા તેમણે અનુરોધ કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો