ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વિડીઓ કોન્ફરન્સ શિક્ષણમંત્રીની અધ્યક્ષતામાં ધો.10 અને ધો. 12 સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનાં આગોતરા આયોજન બાબતે યોજાઇ ગઇ. જેમાં પરીક્ષા સબંધિત પૂર્વ તૈયારીઓ જેવી કે પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ સમયસર પહોંચી શકે તે માટે એસ.ટી બસોના રૂટ યોગ્ય રીતે ચાલે અને જરૂરિયાતે એક્સ્ટ્રા બસની સુવિધા કરવી. પરીક્ષા દરમિયાન વીજ પુરવઠો જળવાય રહે તેવુ આયોજન કરવું.
પરીક્ષા કેન્દ્રો, સ્ટ્રોંગરૂમ તેમજ પેપર રવાનગી માટે પુરતો પોલીસ બંદોબસ્તની ગોઠવણ કરવી. તમામ પરીક્ષા કેન્દ્રો પર પ્રાથમિક સુવિધાની ચકાસણી કરવી. દરેક પરીક્ષા કેન્દ્રો પર આરોગ્ય સેવાઓ મળી રહે તેવુ આયોજન કરવું. સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ કેન્દ્રો પર વર્ગ-1 અને વર્ગ-2ના અધિકારીઓની નિમણુક કરવી.
પરીક્ષા સમિતિના અધ્યક્ષ તેમજ જિલ્લા કલેકટર ડી.કે.પારેખ, જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિન્દ્ર પટેલ, આર.એ.સી. બી.જે.પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી એસ.કે.વ્યાસ, શિક્ષણ નિરીક્ષકશ્રીઓ, મદદનીશ શિક્ષણ નિરીક્ષકો, ઝોનલ અધિકારીઓ, પી.જી.વી.સી એલ.નાં અધિકારી તેમજ પરીક્ષા સમિતિના વિવિધ સંઘોના સભ્યોની ઉપસ્થિતિમાં યોજાઇ હતી. પરીક્ષા આપવા આવતી વિદ્યાર્થિનીઓની શિક્ષિકા બહેનો મારફત થનાર બાહ્ય તપાસ માટે યોગ્ય આડશ અથવા અલાયદા રૂમની વ્યવસ્થા કરવી વગેરે અગત્યના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.