તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રેનોનો સમય:ભાવનગરની બાન્દ્રા સહિતની 3 ટ્રેનોમાં વધારાના કોચ લગાવાશે, યાત્રિકોના ભારે ધસારાને ધ્યાને રાખી

ભાવનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે ટ્રેનોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો

યાત્રિકોના ભારે ધસારાને ધ્યાનમાં રાખી અને પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર ડિવિઝનની ત્રણ ટ્રેનોમાં વધારાના કોચ લગાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.ટ્રેન નં.02972 ભાવનગર-બાંદ્રા ત્રિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન (સોમ, બુધ, શુક્રવાર)માં ભાવનગરથી ડિસેમ્બર માસ દરમિયાન વધારાનો કોચ લગાડાશે, તેવી જ રીતે 02971 બાંદ્રા-ભાવનગર ટ્રેનમાં વધારાનો સ્લીપર કોચ જોડવામાં આવશે. આ ટ્રેનનો સમય પણ બદલાવવામાં આવ્યો છે,

હવે આ ટ્રેન બાંદ્રાથી સાંજે 7.10 કલાકે ઉપડશે. ભાવનગરથી સાંજે 6.30 કલાકે ઉપડશે.ટ્રેન નં.02941 ભાવનગર- આસનસોલ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દર મંગળવારે ભાવનગરથી ઉપડે છ. તેમાં ડિસેમ્બર માસ દરમિયાન વધારાનો સ્લીપર કોચ લગાડવામાં આવશે. આ જ ટ્રેન આસનસોલ-ભાવનગર 02942 ગુરૂવારે આવે છે તેમાં પણ વધારાનો સ્લીપર કોચ લગાડવામાં આવશે. આ ટ્રેનનો સમય બદલાયો છે, ભાવનગરથી 5.35 કલાકે ઉપડશે અને આસનસોલથી 7.50એ ઉપડશે.ટ્રેન નં.09263 પોરબંદર- દિલ્હી સરાય રોહિલ્લા દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન મંગળવાર અને શનિવારે ઉપડે છે. તેમાં પણ ડિસેમ્બર માસ દરમિયાન વધારાનો કોચ લગાડાશે.

અન્ય સમાચારો પણ છે...