તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:શહેર અને તાલુકા-ગ્રામ્ય કક્ષાએ બે-બે પોઝિટિવ કેસનો ઉમેરો, શહેરમાં 8 અને ગ્રામ્યમાં 11 દર્દીઓ કોરોનાની સારવારમાં

ભાવનગર9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સમગ્ર જિલ્લામાં 4 નવા કેસ સામે 4 દર્દીઓ થયા કોરોનામુક્ત, રિકવરી રેઇટ 98.53 ટકા નોંધાયો

ભાવનગર શહેર અને જિલ્લામાં આજે કુલ મળીને ચાર નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા તો સામા પક્ષે ચાર દર્દીઓ કોરોનામુક્ત થતા હિસાબ બરાબરીનો રહ્યો હતો. હાલ ભાવનગર શહેર અને જિલ્લામાં કુલ 19 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે. સમગ્ર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવના કુલ 6116 કેસ મળ્યા છે અને તેની સામે 6028 દર્દીઓ કોરોનામુક્ત થતા સમગ્ર જિલ્લામાં કોરોનાનો રિકવરી રેઇટ 98.56 ટકા નોંધાયો છે. શહેરમાં હાલ કોરોનાના 8 અને તાલુકા-ગ્રામ્યના 11 મળી કુલ 19 દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે. શહેર-જિલ્લામાં આજ સુધીમાં કુલ 69 લોકોના કોરોનાથી સરકારી ચોપડે મોત થયા છે.

ભાવનગર શહેરમાં આજે કોરોનાના બે પોઝિટિવ કેસ નોંધાયા હતા જેમાં એક પુરૂષ અને એક મહિલાનો સમાવેશ થાય છે. જ્યારે બે દર્દી કોરોનામુક્ત થયા હતા જેમાં એક પુરૂષ અને એક મહિલાનો સમાવેશ થાય છે. શહેરમાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવના કુલ કેસ 4029 નોંધાયા છે અને તે પૈકી 3978 દર્દીઓ કોરોનામુક્ત થતા રિકવરી રેઇટ 98.73 ટકા નોંધાયો હતો. ભાવનગર તાલુકા-ગ્રામ્ય કક્ષાએ આજે ગારિયાધારમાં 72 વર્ષીય મહિલા અને સિહોરના સાગવાડી ખાતે 36 વર્ષીય પુરૂષને કોરોના પોઝિટિવ જાહેર કરાયા હતા. તો સામા પક્ષે બે દર્દીઓ કોરોનામુક્ત થયા હતા. તાલુકા-ગ્રામ્ય કક્ષાએ આજ સુધીમાં કુલ પોઝિટિવ કેસ 2087 નોંધાયા છે અને તેની સામે આજ સુધીમાં 2050 દર્દીઓ કોરોનામુક્ત થતા રિકવરી રેઇટ 98.23 ટકા થયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો