ઉલટી ગંગા:ABVPના સ્થાપના દિને જ કાર્યકરો NSUI માં જોડાયા

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાજપની વિદ્યાર્થી પાંખ કોંગ્રેસમાં

વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય પક્ષો દ્વારા કાર્યકરો અને આગેવાનોને ખેચતાણ પણ જોરશોરમાં ચાલી રહી છે. આજે એબીવીપીના સ્થાપના દિને એબીવીપીના આગેવાનો અને કાર્યકરો એનએસયુઆઇ માં જોડાયા હતા અને કોંગ્રેસનો ખેસ પહેર્યો હતો. જેથી વિદ્યાર્થી રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાસ્પદ બન્યું છે.

છેલ્લા ઘણા સમયથી સ્થાનિક હોય કે રાજ્ય રાજ્ય કક્ષાએ હોય પરંતુ પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને રાજકીય હોદ્દેદારો કોંગ્રેસમાંથી ભાજપમાં અને કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાં જતા હોવાના અનેક દાખલાઓ છે પરંતુ ભાવનગર કક્ષાએ આજે તો ઊલટું થયું છે. આજે એબીવીપીના સ્થાપના દિને જ એબીવીપીના કાર્યકરો અને આગેવાનો એનએસયુઆઇમાં જોડાયા છે.

જે વર્તમાન પરિસ્થિતિમાં રાજકીય રીતે ખરેખર આશ્ચર્ય જગાવે છે. એબીવીપી અને એનએસયુઆઇ બન્ને વિદ્યાર્થી પરિષદ છે. પરંતુ એબિલિટી ભાજપ સાથે સંકળાયેલી અને એનએસયુઆઇ કોંગ્રેસ નિર્મિત છે. જેથી ભાજપમાંથી વિદ્યાર્થી આગેવાનો અને કાર્યકરો કોંગ્રેસમાં જોડાતા રાજકીય હલચલ મચી છે.

આજે સાંજે સર્કિટ હાઉસ ખાતે‌ તમામને કોંગ્રેસના ખેસ પહેરાવીને આવકારમાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રદેશ યુવા કોંગ્રેસ મહામંત્રી આદિત્યરાજસિંહ ગોહિલ અને કોંગ્રેસના સ્થાનિક હોદ્દેદારો, સેનેટ સભ્ય, યુવા કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિતિ રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...