સફાઈ અભિયાન:કોળીયાક તિર્થ સમુદ્ર કિનારા પર કાર્યકર્તા સેવકોએ સફાઈ કાર્ય હાથ ધર્યુ

ભાવનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રકૃતિ અને સંસ્કૃતિનું કાર્ય એટલે ઈશ્વરનું કાર્યઃ ગરીબરામબાપુ
  • કિનારે પૂજા સામગ્રી સાથે પર્યાવરણને હાનિકારક વસ્તુઓ પદાર્થ હોવાથી તે સાફ કરાયો

ભાવનગરમાં નિષ્કલંક મહાદેવ કોળિયાક ખાતે અમાસ પર્વે ભારે ભીડ વચ્ચે કાર્યકર્તા સેવકો દ્વારા કથા વક્તા હરસિદ્ધિદીદીના સંકલન સાથે સફાઈ કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું.

વરતેજ નાની ખોડિયાર માતાજી જીવદયા સંસ્થા દ્વારા શરૂ થયેલા પ્રકૃતિ સંસ્કૃતિ સમન્વય અભિયાન દ્વારા કોળિયાક તિર્થ સમુદ્ર કિનારા પર યોજાયેલા સફાઈ કાર્યમાં ગરીબરામબાપુએ જણાવ્યું કે, પ્રકૃતિ અને સંસ્કૃતિનું કાર્ય એટલે ઈશ્વરનું કાર્ય છે. કોળિયાક ખાતે આ પ્રસંગે વિશ્વાનંદમયી માતાજીએ પર્યાવરણ સંવર્ધનના આ કામને કૃષ્ણ કાર્ય સાથે સરખાવ્યું હતું. આ સમુદ્ર કિનારે ભારે ચિંતાજનક સ્થિતિમાં પૂજા સામગ્રી સાથે પર્યાવરણને હાનિકારક વસ્તુઓ પદાર્થ પધરાવતા હોઈ, આ કચરો સાફ કરાયો હતો.

સાધુ સમાજના અગ્રણી વિશ્વંભરદાસબાપુ, પ્રવિણગીરી ગોસ્વામીજી, સહયોગી પત્રકાર પ્રેમ કંડોલિયા, વનવિભાગના હાર્દિકસિંહ ગોહિલ દ્વારા અભિયાનને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું.

અભિયાનના પ્રેરક હરસિધ્ધીદીદીના આયોજન સાથે આગામી પ્રવૃત્તિઓનો પણ ઉલ્લેખ અહીંયા કરાયો. આજના સંકલનમાં ભાવિક ગોહિલ સાથે ગુજરાત જળ બિરદારીના સંયોજક મૂકેશ પંડિત રહ્યા હતા. અહીંયા કોળિયાકના સરપંચ જગદીશ સોલંકી સાથે કાર્યકર્તા અંસારઅલી કાનાણી જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...