કાર્યવાહી:જાહેર જગ્યામાં રાખતા બિલ્ડીંગ મટીરીયલ્સ સામે મિલકત સીલ સહિતના લેવાશે પગલા

ભાવનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બિલ્ડીંગ મટીરીયલ્સના વેચાણ અને હેરફેરકર્તાને તાકીદ
  • રૂવાપરી રોડ પર ખરાબો ઠાલવવા જાહેરનામું છતાં રોડ પર અને જાહેર જગ્યામાં નખાતા તંત્ર હરકતમાં

ભાવનગર શહેરમાં જ્યાં કન્સ્ટ્રક્શન કામ શરૂ હોય ત્યાં જાહેર માર્ગ અને જગ્યા પર ખરાબો અને બાંધકામ મટીરીયલ્સ પડ્યું હોય છે જેને કારણે રાહદારીઓ- વાહન ચાલકોને તો હાડમારી પડે જ છે પરંતુ ચોમાસામાં પણ ભારે મુશ્કેલી પડે છે. જે બાબતે કોર્પોરેશન દ્વારા જાહેરનામું તો ત્રણ વર્ષ પૂર્વે બહાર પાડ્યું હતું પરંતુ તેનું અમલીકરણ કરવામાં આવ્યુ નતી. અંતે હવે કોર્પોરેશનની આંખ ખુલતા તેની તપાસ માટે ટીમ બનાવી મિલકત સીલ અને મટીરીયલ્સ જપ્તીની કાર્યવાહી કરવા સુધીના પગલા લેવા તંત્ર સજ્જ થયું છે.

તાઉ તે વાવાઝોડાના પગલે તાજેતરમાં એડીશનલ ચીફ સેક્રેટરી ભાવનગરમાં રાઉન્ડમાં હતા તે દરમિયાન તેના ધ્યાનમાં શહેરમાં બિલ્ડીંગ મટીરીયલ્સ વેચાણ કરતા લોકો જાહેર માર્ગ અને જગ્યામાં ઈંટ, રેતી, કપચી જેવા મટીરીયલ્સ રાખતા હોવાને કારણે વાવાઝોડા સમયે પણ રસ્તા પર પડેલા ખરાબાને કારણે ભારે મુશ્કેલી ઉભી થઈ હતી. જેથી તત્કાલીન સમયે જ સુચના આપ્યા બાદ કમિશનરે તાત્કાલિક ટીમ બનાવી શહેરમાં તપાસ શરૂ કરી છે.

નવા બાંધકામ રિપેરિંગ તેમજ રીનોવેશન કામ પૂર્ણ કર્યા બાદ વધતો કન્સ્ટ્રક્શન એન્ડ ડીમોલીશન વેસ્ટ શહેરના રૂવાપરી રોડ ગોરડ સ્મશાન પાસે ખુલ્લી જગ્યા તેમજ પારસીના ભીસ્તા પાસેની જગ્યામાં નિકાલ કરવા કોર્પોરેશન દ્વારા વર્ષ 2018માં જાહેરનામું બહાર પાડ્યું હતું. પરંતુ તેમાં પ્રજામાં પણ જા જાગૃતિ નોતી આવી અને તંત્ર પણ નિંદ્રાધીન રહ્યું હતું.

પરંતુ ચીફ સેક્રેટરીની સુચના બાદ તંત્રએ તાબડતોબ તૈયારી શરૂ કરી રસ્તા પર અને જાહેર જગ્યામાં રાખેલા બિલ્ડીંગ મટીરીયલ્સ અને ખરાબાને સાત દિવસમાં હટાવી દેવા નહીં તો પ્રથમ વખત રૂ. 10000 દંડ અને ત્યારબાદ પણ જો આવી પ્રવૃત્તિ શરૂ રહી તો મિલકતને સીલ અને મટીરીયલ જપ્ત કરવા સુધીના પગલાં ભરવા ટાઉન પ્લાનિંગ ઓફિસર દ્વારા જણાવાયુ છે.

અન્ય સમાચારો પણ છે...