તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ભાવનગર શહેરમાં જાહેરનામાનો ભંગ કરનારા વેપારીઓ સામે કાર્યવાહી, આજે વધુ 4 દુકાનો સીલ

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આવશ્યક ચીજવસ્તુ સિવાયની દુકાનો બંધ રાખવા બહાર પડાયું છે જાહેરનામું

કોરોનાની ચેઈન તોડવા માટે ભાવનગર શહેરમાં જિલ્લા કલેકટર દ્વારા તા.12 સુધી આવશ્યક ચિજવસ્તુ સિવાયની તમામ દુકાનો બંધ રાખવા માટે જાહેરનામું બહાર પડાયેલ અને તેનો કડક અમલ કરાવવા માટે પોલીસ અને મહાપાલિકાને સુચના આપેલ જેના ભાગરૂપે મહાપાલિકાની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી જાહેરનામાનો ભંગ કરી ખુલ્લી રખાતી દુકાનો બંધ કરાવી સીલ કરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે આજે પણ મહાપાલીકાની ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાંથી ખુલ્લી રહેલી દુકાનો સીલ કરવામાં આવી છે જેમાં ચાર દુકાનો સીલ કરાઈ હોવાની મહાપાલિકાના રાજેશ મંડલીએ ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું.

શહેરના બંદર રોડ પરના વિસ્તારમાં મહાપાલિકાની ટીમ દ્વારા ચેકીંગ શરૂ કરવામાં આવેલ જેમાં બે દુકાનો ખુલ્લી રાખી કામ શરૂ હોય, બંને દુકાનોને બંધ કરાવી જાહેરનામાના ભંગ બદલ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત શહેર ના શિવાજી સર્કલ નજીક બે મોબાઈલ ની દુકાનો ખુલ્લી હોય તેની સામે કાર્યવાહી કરી બંધ કરાવી હતી આમ મહાપાલીકાની ટીમ દ્વારા ચાર દુકાનો સીલ કરવામાં આવી હતી અને તેઓની સામે ધોરણસરની કાર્યવાહી કરાઈ હતી. શહેરમાં દરરોજ સીલીંગ કામગીરી શરૂ હોવા છતા વેપારીઓ અડધા શટરે દુકાનો ખોલી વેપારી કરી રહ્યા છે. જેની સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...