પાલિતાણાંની 'પ્રાપ્તિ' ટેલીવર્લ્ડની લિટલ સ્ટાર:11 વર્ષની ઉમરે 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' નામની સિરિઅલમાં કામ કર્યું, ત્યારબાદ એક પછી એક ઓફર આવી અને ભાવનગરનું ગૌરવ વધાર્યું

ભાવનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક

મુળ ભાવનગર પાલીતાણામાં જન્મેલી અને હાલ મુંબઈ સ્થિત મિલનભાઈ અને નીતિબેનની પુત્રી “પ્રાપ્તિ શુક્લા” એ મોડેલીંગ ક્ષેત્રથી શરૂઆત કરી અને હાલ તે ફોટો અને વીડિયો એડ.ફિલ્મસ, મ્યુઝીક અલ્બમ તથા ટેલીવિઝનની હાય પ્રોફાઈલ સિરિઅલ્સમાં કામ કરી રહી છે. તેની સિરિઅલ્સ હાલ ઓ.ટી.ટી પ્લેટફોર્મસ પર પણ દ્રષ્યમાન છે.

માતા-પિતાના વિશ્ર્વાસ અને પ્રયત્નોને, સફળ કરી
કલાનગરીના “ડી. એન.એ” સાથે જન્મેલી પ્રાપ્તિનો જન્મ પાલિતાણામાં 2005ની સાલમા થયો હતો. હાલ તે મુંબઇમા સંયુક્ત પરિવારમાં દાદીમા સુશીલાબેન, નાની બહેન દીયા અને નાના ભાઈ દીવ્યમ તથા માતા-પિતા સાથે રહે છે. માતા નીતિબેન મુંબઈમાં એડવોકેટ છે અને બાળકોને પોતાની રૂચી, આવડત અને ક્ષમતા મુજબ કેરીયર બનાવવી જોઈયે તવુ માને છે. મિલનભાઈ અને નીતિબેને પ્રાપ્તિની રૂચી, આવડત અને ક્ષમતાનો અણસાર સમયસર પારખી તેને એક્ટીંગ અને મોડેલીંગ ક્ષેત્રે પદારપણ કરવા કમર કસી અને ટૂંક સમયમાં જ પૂત્રી પ્રાપ્તિએ પોતાની આવડત અને પરિશ્રમથી માતા-પિતાના વિશ્ર્વાસ અને પ્રયત્નોને, સફળ કરી બતાવ્યા હતા.

અભ્યાસમાં પણ હોંશિયાર
અભ્યાસમાં પણ હોંશિયાર પ્રાપ્તિ ગુજરાતી ઉપરાંત હિન્દી અને અંગ્રેજી ભાષા જાણે છે. તે એક્ટીંગ ઉપરાંત ક્લાસીકલ ડાંસ, સ્વિમિંગ અને બેડમિંટનનો પણ શોખ ધરાવે છે. પ્રાપ્તિને એક્ટીંગની કલા જન્મથી જ વરેલી છે. હજુ સુધી કોઈ એક્ટીંગ સકૂલમાં ગયા વગર જ આ ક્ષેત્રમાં સિદ્ધિઓ પ્રાપ્તિ પ્રાપ્ત કરી ચુકીછે. આજે ગુગલ સર્ચમાં પ્રાપ્તિ શુક્લા લખતા જ પ્રાપ્તિના ફોટો અને વિડીયો સાથેના પેજીસની હારમાળઓ ખુલી જાય છે.

11 વર્ષની વયે પ્રથમ એડથી શરૂ કરી
પ્રાપ્તિએ 11 વર્ષની વયે પ્રથમ રીલાયનસ માર્કેટની ફોટો એડ.થી મોડેલીંગ અને એક્ટીંગ ક્ષેત્રે પદાર્પણ કર્યુ હતુ. ભાવગરના મોલમાં પણ પ્રાપ્તીના ફોટો કટઆઉટસ લાગેલા છે. માત્ર 11 વર્ષની નાની વય માંજ તેને “ યે રિશ્તા ક્યા કહેલાતા હે” નામની ડેઇલી સોપ સિરિઅલમાં પોતાની પ્રતિભા બતાવાની તક મળી હતી, ત્યાર બાદ પ્રાપ્તિની એક્ટીંગથી પ્રભાવિત ટેલીવર્લ્ડ માંથી આ લિટલ સ્ટારને એક પછી એક સિરિઅલોની ઓફરો આવવા લાગી હતી.

તિભાશાળી એર્ટસ સાથે કામ કરવાનો અવસર
પ્રાપ્તિ એ ખૂબજ ઓછા સમયમા પોતાની સુંદરતા અને એક્ટીંગથી પ્રભાવિત કરી ક્ષેત્રના દિગજ એક્ટર્સ સાથે કામ કરવાનો અવસર પ્રાપત કરી ચુકી છે. જેમા કોટાક બેંકની એડ.ફિલ્મસમાં વ્રજેશ હિરજી તથા ડેલનાઝ ઇરાની સાથે કામ કરી ચુકી છે. હાલમા ટેલીવિઝનની હાય પ્રોફઇલ પારિવારીક સિરિઅલ જેમહાન કાર્ટૂનિસ્ટ એવા આર. કે. લક્ષમણજીના કાર્ટૂન્સ પર આધારીત સિરિઅલ “વાગલે કી દુનયિા” જે અસિત કાપડીયા અને જમનાદાસ મજેઠીયાના રાઈટર - ડાયરેક્શનમા ચાલી રહી છે. તેમા પ્રાપ્તિ “ગુનગુન” નામના પાત્રનો લીડ રોલ કરી રહી છે. આ સિરિઅલમાં એકટીંગ ક્ષેત્રે દીગજ પ્રતિભા ધરાવતા એવા અંજાન શ્રીવાસ્તવ, ભારતી અચરેકર, સુમિત રાઘવન તથા પરિવા પ્રાન્તી, જેવા પ્રતિભાશાળી એર્ટસ સાથે કામ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. તદઉપરાંત પ્રાપ્તિએ એન્ડ ટી.વીની સીરીયલ “પરમ અવતાર શ્રી કૃષ્ણ”, “રાધા કૃષ્ણ” તથા સ્ટાર ભારત પર આવતી “કાર્તિક પૂર્ણિમા” નામની સીરીયલમાં પણ કામ કરી નામના પ્રાપ્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...