તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:એક્રેસીલને અપાશે સર પ્રભાશંકર પટ્ટણી એક્સેલ એવોર્ડ ઓફ એક્સેલેન્સ

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • તમામ નામાંકનોના મૂલ્યાંકન બાદ કરાયો નિર્ણય
 • કોરોના દરમિયાન લીધેલા તકેદારીના પગલાં અને જાગૃતિ વિષયે શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ

સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટ અને સુમીટોમો કેમિકલ ઇન્ડીયા લીમીટેડનાં સંયુક્ત ઉપક્રમે ચેમ્બર ઓફિસ ખાતે એવોર્ડ માટે આજરોજ સ્ક્રુટીની કમિટીની મીટીંગ યોજાઇ ગઇ. આ મીટીંગમાં દર વર્ષે આપવામાં આવતા સર પ્રભાશંકર પટ્ટણી એક્સેલ એવોર્ડ ઓફ એક્સેલેન્સ માટે આ વર્ષે આવેલી અરજીઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવેલ.

આ વર્ષનો વિષય કોરોના દરમિયાન ર્લીધેલા પગલાં (તકેદારીનાં) અને અવેરનેસ હતો. સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટ અને સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનાં પદાધિકારીઓ તથા સુમીટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ કંપનીના અધિકારીઓ દ્વારા તમામ નામાંકન થયેલી અરજીઓ પર મૂલ્યાંકન કરવામાં આવેલ. જુદા-જુદા ક્ષેત્રમાં થયેલ માહિતી પ્રમાણે સર્વાનુમતે આ એવોર્ડ માટે એક્રેસિલ લીમીટેડને પસંદ કરવામાં આવેલ છે.

પસંદ થયેલ કંપનીને રોકડ પુરસ્કાર તથા એવોર્ડ ચેમ્બર ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની આગામી મીટીંગમાં (વર્ચ્યુઅલ) આપવામાં આવશે, તે માટેની તારીખ અને સમય પછીથી જાણ કરવામાં આવશે. સર પ્રભાશંકર પટ્ટણી એક્સેલ એવોર્ડ ઓફ એક્સેલેન્સ માટે શ્રેષ્ઠ કામગીરી કરનાર ભાવનગરનાં મે.એક્રેસીલ લીમીટેડનાં તમામ પરિવારને સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટ, સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા સુમીટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા અભિનંદન આપવામાં આવ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો