તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચુકાદો:ભુંભલીમાં એટ્રોસિટીના કેસમાં આરોપીને 6 માસની કેદ

ભાવનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

ગત તા.26-6-17ના ફરિયાદી જયેશભાઈ હરજીભાઈ સોમપુરા તેમના ગામના મેહુલભાઈ મકવાણા ભુંભલી ગામના પાટીયા પાસે કોળીયાક જતા રોડ ઉપર ધરમશીભાઈની બંધ દુકાન પાસે બેઠા હતા ત્યારે આરોપી મનુભાઈ સવજીભાઈ બારૈયા (રહે.ભુંભલી, જી.ભાવનગર) નામના શખ્સે ફરિયાદી પાસે તેમને ગાળો દેતા દેતા આવેલા અને આરોપી મનુ બારૈયાએ ફરિયાદી જયેશભાઈ સોમપુરાને જ્ઞાતિ વિશે હડધૂત કરી મારા ઘર પાસે તારી કાર મુકવાની ના પાડી છે તેમ છતાં કેમ મૂકો છો, જેથી ફરિયાદીએ આરોપીને તેમની જ્ઞાતિ વિશે નહીં બોલવા તથા ગાળો નહીં આપવા જણાવતા મનુ બારૈયાએ જયેશભાઈને માર મારી, નાની તલવારના ઘા ઝીંકી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી, જ્ઞાિત વિરૂદ્ધ અપમાનીત કરી, અપશબ્દો કહ્યા હતા.

જે જયેશભાઈ હરજીભાઈ સોમપુરાએ વરતેજ પો.મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે અંગેનો કેસ ભાવનગરના સ્પે.જજ (એટ્રોસિટી) અને 5મા એડીશનલ સેશન્સ જજ એચ.એન. વકીલની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ યાત્રીબેન પંડયાની દલીલો, મૌખીક પુરાવા-12 દસ્તાવેજી પુરાવા-10 વિગેરે ધ્યાને લઈ આરોપી મનુભાઈ સવજીભાઈ બારૈયાની સામે શિક્ષાપાત્ર ગુના સબબ તકસીરવાન ઠરાવી 6 માસની સખ્ત કેદની સજા અને રોકડા રૂા.એક હજારનો દંડ, અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ (અત્યાચાર) નિવારણ એક્ટની કલમ 3 (2), 5(એ), મુજબના ગુના સબબ આરોપીને તકસીરવાન ઠરાવી 6 માસની સખ્ત કેદની સજા અને રોકડા રૂા.3000નો દંડ ન ભરે ત વધુ એક માસની સજા અદાલતે ફટકારી હતી.

અન્ય સમાચારો પણ છે...