તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચુકાદો:7 વર્ષની બાળા સાથે અડપલા કેસમાં આરોપીને 3 વર્ષની કેદ

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • સ્વપ્ન સાકાર સોસાયટીમા રહેતા 32 વર્ષના યુવકે બાળાને પીકચર જોવાની લાલચ આપેલી

અઢી વર્ષ પહેલા 7 વર્ષ અને છ માસની બાળા સાથે શહેરના અાખલોલ જકાતનાકા પાસે અાવેલા સ્વપ્ન સાકાર સોસાયટીમાં કારમાં પીકચર જોવાના બહાને બાળા સાથે શારીરીક અડપલા કર્યાની ફરીયાદ નોંધાવાઇ હતી.જે અંગેનો કેસમંગળવારે ભાવનગર ની કોર્ટમાં ચાલી જતા અદાલતે અારોપીને 3 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી.બનાવની વિગતો મુજબ શહેરની અેક માતાઅે તેમની 7 વર્ષ છ માસની દીકરી ને તેણી સગીર વયની હોવાનુ જાણતો હોવા છતા

ગત તા. 20/4/2018 ના રોજ રાત્રીના 8-30 કલાકે અારોપી સંદીપ પ્રભુદાસ પરમાર ( ઉ.વ.32.રહે. અાખલોલ જકાતનાકા પાસે,સ્વપ્ન સાકાર સોસાયટી ) વાળાઅે ટોયેટો શો રુમની પાછળ વાહન પાર્કીંગના સ્થળે અેક કારમાં પીકચર જોવાની લાલચ અાપી બળજબરીથી બેસાડી ફોર વ્હીલની અંદર અાવેલ અેલ.ઇ.ડી. ડીસ્પ્લે ઉપર પીકચર ચાલુ કરી ભોગ બનનાર પીકચર જોતી હતી તે વખતે શારીરીક અડપલા કરી, જાતીય હુમલો કર્યાની ફરિયાદ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં નોંધાવાઇ હતી.

પોલીસે પોકસો સહીતની કલમો હેઠળ ગુન્હો દાખલ કર્યો હતો.જે અંગેનો કેસ મંગળવારે ભાવનગર સ્પેશીયલ જજ પોકસો અને અેડીશ્નલ જજ ઝેડ.વી.ત્રીવેદી ની અદાલતમાં ચાલી જતા સરકારી વકીલ ભરતકુમાર વોરાની દલીલો, લેખીત-માૈખીક પુરાવાઅો વિગેરે ધ્યાને લઇ અારોપી સંદીપને પોકસો સહીતની કલમો હેઠળ તકસીરવાન ઠરાવી 3 વર્ષની સઅત કેદની સજા અને રુપીયા 5000 નો દંડ ફટકારેલ છે. સરકારી વળતર અંગેની યોજના મુજબ જરુરી વળતરની રકમ નકકી કરી જીલ્લા કાનુની સેવા સતા મંડળી ચુકવવી અને તે અ|ગે જરુરી યાદી પણ કરવા અદાલતે હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો