ચુકાદો:ચેક રિટર્ન થવાના કેસમાં આરોપીને 1 વર્ષની કેદની સજા

વલભીપુર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જ્યુ. મેજીસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ જી.સી.વાઘેલાએ આરોપીને કેદ સાથે 5 લાખનો દંડ ફટકાર્યો

25 વર્ષ જુના સંબંધના નાતે ઉછીના આપેલા રૂપિયા પરત કરવા આપેલો ચેક રિટર્ન થતાં ફોજદારી કેસ ચાલી જતાં કોર્ટે આરોપીને 1 વર્ષની કેદ અને રૂ.5 લાખનો દંડ ફટકાર્યો હતો.

વલભીપુરના વતની અને ઉમરાળા ગામ ખાતે છેલ્લાં 35 વર્ષ કરતા વધુ સમયથી મેડીકલ પ્રેકટીસ કરતા અને આ કામના ફરીયાદી ડો.પ્રકાશભાઇ માનશંગભાઇ ચૌહાણ દ્વારા તેના ઉમરાળા સ્થિત દવાખાનાની સામે ઓમ જવેર્લ્સ નામથી સોના ચાંદીની દુકાન ધરાવતા અને આ કામના આરોપી ઉંડવીયા રાકેશભાઇ કનૈયાલાલ સાથે છેલ્લાં 25 વર્ષથી પરીચયમાં હોય તેથી મીત્રતા સાથે કૌટુંબીક સબંધો સ્થાપાયેલ અને તે નાતે આરોપી રાકેશભાઇ ઉંડવીયાને સુરત ખાતે સોના-ચાંદીનો શો રૂમ કરવો હોય તેથી તેને પૈસાની જરૂરીયાત ઉભી થતા તેણે ફરીયાદી ડો.પ્રકાશભાઇ ચૌહાણ પાસે રૂ. પાંચ લાખ ઉછીના આપેલ અને આ રકમ પરત કરવા માટે આરોપીએ ચેક આપેલ જે ચેક રીર્ટન થતા ફરીયાદી ડોકટરે વલભીપુર કોર્ટમાં નેગોશીએબલ ઈન્સટ્રુમેન્ટ એકટ ની કલમ-138 અન્વયે કેસ દાખલ કરતા સદર ફોજદારી કેસ નં.381/2017 થી ચાલી જતાં ફરીયાદીની જુબાની અને દસ્તાવેજી પુરાવાઓ તેમજ ફરીયાદી પક્ષના વકીલની દલીલ ગ્રાહ્ય રાખતા જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ જી.સી.વાઘેલા એ આરોપી રાકેશભાઇ ઉંડવીયા ને તકસીરવાન ઠરાવીને એક વર્ષની સજા અને રૂ.પાંચ લાખનો દંડ ફટકારતો હુકમ કરેલ છે.આ કેસમાં ફરિયાદી પક્ષે એડવોકેટ નિખિલ દવે રોકાયેલા હતા.

અન્ય સમાચારો પણ છે...