તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ગુંદા ગામે પત્નિ અને ભાભીની હત્યા કરનાર આરોપી ઝડપાયો

ભાવનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધાબળો ઓઢીને બાઈકમાં જતો આરોપી કેમેરામાં કેદ થયેલો

રાણપુર તાલુકાના ગુંદા ગામે તા.31/8ના રોજ પત્ની અને ભાભીની છરીના ઘા મારી બન્નેની હત્યા કરી આરોપી ભીખુ સુરસંગભાઇ ડોડીયા ફરાર થઇ ગયો હતો. આ ડબલ મર્ડરના આરોપીને ઝડપી પાડવા બોટાદ એસપી દ્વારા અલગ અલગ ટીમ બનાવી 70 જેટલા પોલીસ સ્ટાફની મદદથી આ આરોપીને વાડીઓમાંથી ગણતરીના કલાકોમા ઝડપી પાડ્યો હતો.

રાણપુરના ગુંદા ગામે તા.31/8ના રોજ બનેલ ડબલ મર્ડરમા પતિ ભીખુ સુરસંગભાઇ ડોડીયાએ તેમની પત્ની હર્ષાબેન (ઉ.વર્ષ.51) અને તેમના ભાભી ધીરજબેન ઘરે એકલા હતા તે દરમિયાન છરીના ઘા મારી બન્નેની હત્યા કરી ભીખુ મોટરસાયકલ લઇ ફરાર થઇ ગયો હતો. આ આરોપીને શોધવા બોટાદ અને રાણપુર પોલીસના 70 જેટલા લોકોની અલગ-અલગ ટીમ બનાવી ગુંદા ગામની આજુબાજુનો સીમ વિસ્તાર, વાડી વિસ્તાર, ધાર્મિક સ્થાનો અને બોટાદ સી.સી.ટીવી કેમેરાની મદદથી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતીમાન કરતા બોટાદ ખસ રોડ ઉપરના સી.સી.ટીવી કેમેરામા આ આરોપી મોટર સાયકલ ઉપર ધાબળો ઓઢી બોટાદથી ખસ તરફ જતો હોવાનુ જણાતા જેના આધારે ખસ રોડ અને આસપાસના વિસ્તારમા કોર્ડન કરી ઉપરોક્ત ટીમો દ્વારા સઘન વાહન ચેકિંગ કરતા તા.2/9ના વહેલી સવારના 4 કલાકે આરોપી ભીખુ ડોડીયા પોતાનુ મોટરસાયકલ લઇ બોટાદ પોલારપુર રોડ ઉપર ગોઘાવટા ગામની ચોકડી પાસેથી પસાર થતા પોલીસ દ્વારા ઉભો રાખતા આરોપી પોતાનુ મોટરસાયકલ રોડ ઉપર મુકી ખેતરોમા ભાગી જતા પોલીસ દ્વારા તેનો પીછો કરી ધરપકડ કરી લેવામા આવી હતી. આ ઘટનાની વધુ તપાસ બોટાદ સી.પી.આઇ. જે.વી. ચૌધરી કરી રહ્યા છે.

હત્યાનું કારણ સામે આવ્યું
આ ડબલ હત્યા અંગે તપાસનીશ અધીકારીએ જણાવ્યુ હતુ કે પતિ પત્ની વચ્ચે ઘરકંકાશ ચાલતો હતો ત્યારે તેમના ભાભી વચ્ચે પડી તેમના પત્નીનુ ઉપરાણુ લેતા હતા તેથી આ આરોપીએ બન્નેની હત્યાનો પ્લાન કરી બન્નેને છરીના ઘા મારી હત્યા કરી નાશી છુટ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...