ધરપકડ:વણિક એન્જીનિયરનું અપહરણ કરનારા આરોપીઓ જેલહવાલે

ભાવનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 10 દિવસ પૂર્વે ભાવનગરમાંથી અપહરણ થયું હતું
  • મોબાઈલ છેક રાજસ્થાન સુધી ફેંકવા ગયા હતા અને ત્યાંથી પરત આવ્યા અને નારી ચોકડીથી ઝડપાયા

ભાવનગર શહેરના વણિક એન્જિનિયરનું અપહરણ કરી ખંડણી માંગનારા ચારેય આરોપીના આજે રિમાન્ડ પુર્ણ થતાં પોલીસે તેને આજે કોર્ટમાં રજુ કરતા કોર્ટે તેમને જેલહવાલે કર્યાં હતા. ચારેય આરોપીઓએ મહેસાણા હાઈવે પર મિલનભાઈને છોડ્યા બાદ રાજસ્થાન સુધી ગયા હતા અને ત્યાં મિલનભાઈનો મોબાઈલ ફેંકી દીધો જેથી મોબાઈલ લોકેશનના આધારે તે પકડમાં આવી શકે નહી પરંતુ ત્યાંથી ક્યાં જવું તે નહી સુઝતા તે પરત આવ્યા હતા અને ઝડપાઈ ગયા. બનાવ અંગે વરતેજ પોલીસે છેક રાજસ્થાન સુધી તપાસ અર્થે ગઈ હતી.

શહેરના વણિક સિવિલ એન્જીનિયરનું અપહરણ કરી ખંડણી માંગનારા દ્રિપાલ રમેશભાઇ સોલંકી, મીતુલ ઉર્ફે કલી રમેશભાઇ રાઠોડ, નિકુંજ ઉર્ફે ટીણો પ્રવિણભાઇ રાઠોડ (ત્રણેય રહે. પેટ્રોલ પંપ પાછળ, વણકરવાસ, વરતેજ) અને પિયુશ વિઠ્ઠલભાઇ મકવાણા (રહે.ગુંદાળા)ના આજે રિમાન્ડ પુર્ણ થતાં તેમને કોર્ટના આદેશથી ભાવનગર જિલ્લા જેલહવાલે કર્યાં હતા.

આ આરોપીઓ મહેસાણા હાઈવેથી મિલનભાઈનો મોબાઈલ અને પાકિટ લઈ છોડી મુક્યા બાદ રાજસ્થાન તરફ ગયા હતા મોબાઈલ લોકેશનના આધારે તેઓ પકડાય નહી તે માટે મિલનભાઈના ફોનને તોડીના રાજસ્થાન આબુ રોડ રિકો પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવતા એક હાઈવેની સાઈડની ગટરમાં ફેંકી દીધો હતો અને ત્યાંથી આગળ ક્યાં જવું તે નહી સુઝતા અને ખુબ જ ડરી જવાથી તેઓ પરત આવ્યા ત્યારે નારી ચોકડીથી ઝડપાઈ ગયા હતા. રિમાન્ડ દરમિયાન મોબાઈલ રાજસ્થાનમાં ફેંક્યો હોવાનું જણાવતા વરતેજ પોલીસે ત્યાં જઈ ગટરમાંથી તુટેલો મોબાઈલ કબ્જે લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...