નિષ્પક્ષ તપાસની માગ:પિતાને મરવા મજબુર કરનારને પોલીસ છાવરતી હોવાનો આક્ષેપ

ભાવનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 9 માસ પૂર્વે વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યો હતો
  • ​​​​​​​મુખ્યમંત્રી, ગૃહમંત્રી તથા ઉચ્ચ અધિકારીઓને ઝીણવટ ભરી તપાસ કરી ફરિયાદ નોંધવા માંગ

ગત વર્ષે જુલાઈ માસમાં વ્યાજખોરોના ત્રાસથી ઘોઘારોડ વિસ્તારના આધેડે આપઘાત કરી લીધાંનો બનાવ બન્યા બાદ પોલીસ ગુનેગારોને છાવરતી હોવાનો મૃતકના પુત્રએ આક્ષેપ કર્યો હતો. તેમણે મુખ્યમંત્રી, ગૃહમંત્રી તથા ઉચ્ચ અધિકારીઓને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.

શહેરના ઘોઘારોડ વરાહી સોસાયટીમાં રહેતા રઘુભાઈ રામજીભાઈ ડુમરાળીયાએ ગત 23 જુલાઈ 2021ના રોજ વ્યાજખોરોના ત્રાસના લીધે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. વ્યાજખોરોના ત્રાસના લીધે તેમણે આપઘાત કરી લીધો હોવાનો પોતાની સુસાઈડ નોટમાં ખુલાસો કર્યો હતો પરંતુ તેમ છતા પોલીસ ગુનેગારને છાવરતી હોવાનો આક્ષેપ તેમના પુત્રએ કર્યો છે. મૃતક રઘુભાઈના પુત્ર જયેશભાઈએ મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહિત ઉચ્ચ અધિકારીને રજુઆત કરી છે.

જેમાં ભરતનગરના સસ્પેન્ડેડ પીઆઈ યાદવ, એએસઆઈ ધીરૂભા ડીસીએ ગુનેગારોને પીઠબળ આપી, ગુનેગારોના સંપર્કમાં રહી સમાધાન કરવાનું ષડ્યંત્ર રચ્યું હતું અને સત્ય હકિકત જાણવા છતાં એએસપી સફિન હસને ભરતનગર પોલીસને ગુનેગારોને મદદરૂપ થવામાં સંપૂર્ણ સાથ સહકાર આપ્યાનો આક્ષેપ કર્યો હતો.

જે અંગે એએસપી સફિન હસનને પુછતા તેમણે જણાવ્યું હતું કે, મરણજનારે તેમના મકાનનો દસ્તાવેજ સામેવાળાને કરી આપ્યો હતો અને મકાન તેમના નામે નહી કરતા તેમણે પૈસા પરત આપવા અથવા મકાન પરત આપવા જણાવ્યું હતું. તે બાદ તેમણે સુસાઈડ નોટ લખી આપઘાત કરી લીધો હતો. બાદમાં પોલીસે મૃતકના દિકરાને બોલાવી હકિકતથી વાકેફ કર્યાં હતા ત્યારે તેમણે કાયદાકિય કાર્યવાહી નહી કરવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...