ધરપકડ:ગોળબજારની દુકાનમાં ચોરી કરનારા આરોપીઓ જેલ હવાલે

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરના ગોળબજાર વિસ્તારમાં ગત 10/9ની રાત્રીના સમયે ચોરી કરનારા બે ઈસમોને ગંગાજળિયા પોલીસે કોર્ટમાં રજુ કર્યાં બાદ તેમને જેલ હવાલે કરવામાં આવ્યા છે.

શહેરના ગોળબજાર વિસ્તારમાં આવેલી કે.કે.બ્રધર્સ નામની દુકાનમાંથી ગત 10/9ની મધ્ય રાત્રીના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા ઈસમોએ દુકાનના શટરના તાળા તોડી દુકાનમાંથી કુલ રૂ. 55,000ના મુદ્દામાલની ચોરી કરી હોવાની પિન્ટુભાઈ માધવભાઈ વકરાણી (રહે. સિંધુનગર)એ ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરતા રાકેશ ધર્મેન્દ્રભાઈ સાહિત્ય અને સુરજ ઉર્ફે સમીર રાજાણી (બંન્ને રહે. રસાલાકેમ્પ)ને રસાલાકેમ્પમાંથી ઝડપી પાડ્યા હતા. આ લોકો પોતાના મોજશોખ પુરા કરવા માટે આ ચોરી કરી હોવાનું કબુલ્યું હતું. આ બંન્ને આરોપીઓને આજે જેલ હવાલે કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...