હવસખોરે હદ પાર કરી:ભાવનગર જિલ્લાની એક પરિણીતા પર શખ્સે ધાકધમકી આપી દુષ્કર્મ આચર્યુ, આરોપી ફરાર

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • પરિણીતાએ વરતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી

ભાવનગર જિલ્લાના એક ગામની પરિણીતા પર એક શખ્સ ધાકધમકી આપી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરી નાસી છૂટ્યો હતો. જેમાં પરિણીતાએ વરતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

સમગ્ર બનાવ અંગે વરતેજ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર 30 વર્ષિય પરિણીતાએ વરતેજ પોલીસ સ્ટેશનમાં આરોપી તુલસી ઉકા વાઘેલા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે ગત તા. 11 મે, 2022ના રોજ તેણીના કુટુંબમાં પ્રસંગ હોવાથી તે પરિવાર સાથે ગઈ હતી. જ્યાં આરોપીએ તેનો પીછો કરી એકલતાનો ગેરલાભ ઉઠાવી ધાકધમકી આપી તેને અવાવરું સ્થળે લઈ જઈ તેણીની મરજી વિરૂદ્ધ બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો.

તેમજ જો આ વાત કોઈને કહી તો જાનથી મારી નાંખવાની ધમકી આપી આરોપી નાસી છુટ્યો હતો. આ અંગે પરિણીતાએ વરતેજ પોલીસ સ્ટેશનમાં તુલસી ઉકા વાઘેલા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે આઈપીસી કલમ 376, 50(6)-(2) મુજબ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...