તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:તહોમત : જર્જરીત બિલ્ડીંગ બંધ થતા દર્દીઓ હેરાનબચાવ : લેપ્રસી ખાતે કામચલાઉ હોસ્પિટલ બનશે

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હોસ્પિટલના પ્રશ્નો માટે દરબાર ભરતા મંત્રી િવભાવરીબેન ‘લોકઅદાલત’ના કઠોડામાં
 • પાંચ અલગ અલગ સ્થળે દર્દીઓ માટે વ્યવસ્થા થશે તો લોકો હેરાન થશે એટલે એકજ સ્થળે સિવીલ હોસ્પિ. જેવી વ્યવસ્થા ઊભી કરાશે

ભાવનગર સહિત ત્રણ જિલ્લાના દર્દીઓ માટે ઉપયોગી એવી સરકારી સર તખ્તસિંહજી હોસ્પિટલનું 350 બેડ ધરાવતું સાત માળનું બિલ્ડીંગ જર્જરીત થઈ જતાં અનેક દર્દીઓના જીવ જોખમમાં મુકાયા હતા. સૌરાષ્ટ્ર સમાચારમાં જર્જરીત બિલ્ડીંગના સરકારી રિપોર્ટ સાથે અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ હોસ્પિટલના આ બિલ્ડીંગનો ઉપયોગ બંધ કરી દેવાયો છે. ત્યારે દર્દીઓને પડતી મુશ્કેલી, વૈકલ્પીક વ્યવસ્થાની ખામી સહિતની બાબતો અંગે રાજ્યમંત્રી અને ધારાસભ્ય વિભાવરીબેન દવે સાથે વાતચીત.

પ્રશ્ન : આપ હોસ્પિટલમાં વારંવાર લોકપ્રશ્નો સાંભળો છો ત્યારે હોસ્પિટલના જર્જરીત બિલ્ડીંગ અંગે આપને ખ્યાલ હશે જ. જવાબ : હોસ્પિટલ ખાતે જ નિયમિત લોકપ્રશ્નો સાંભળી અનેક પ્રશ્નોનો ઉકેલ પણ લાવી છું. સાત માળનું આ બિલ્ડીંગ વાપરવાયુક્ત નહીં હોવાની વાત સાચી છે. પ્રશ્ન : આ બિલ્ડીંગમાં ચાલતા વોર્ડ-ઓપીડીના દર્દીઓ હવે મુશ્કેલી ભોગવી રહ્યા છે તેનું શું ? જવાબ : આ અંગે તંત્રએ જુદાજુદા સ્થળોએ વૈકલ્પિક વ્યવસ્થા કરી છે અને દર્દીઓ હેરાન ન થાય તેવા પ્રયત્નો કર્યાં છે. પ્રશ્ન : આ વૈકલ્પિક વ્યવસ્થા શંુ વિચારી છે ? જવાબ : કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા અને આ બાબત અંગે તાજેતરમાં જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓ સાથે મેં સમીક્ષા બેઠક કરી હતી. જેમાં BPTI કન્યા છાત્રાલયમાં 150 બેડ, ESIC વિઠ્ઠલવાડીમાં 50 બેડ, કાળુભા બ્લોક હેલ્થ ઓફિસમાં 40 બેડ, રૂવા અને નારી UPHCમાં 50-50 બેડની વ્યવસ્થા કરવા તંત્રએ કવાયત હાથ ધરી છે. પ્રશ્ન : વિદ્યાનગર, વિઠ્ઠલવાડી, કાળુભા, રૂવા અને નારી એમ જુદા જુદા સ્થળે વ્યવસ્થા હોય તો એક કરતા વધુ રોગ હોય તેવા દર્દીઓ હેરાન નહીં થાય ? જવાબ : હા આ પ્રશ્ન પણ ઊભો થયો હતો એટલે મેં એક જ સ્થળે આ વ્યવસ્થા ગોઠવાય તે માટે આનંદનગર લેપ્રસી હોસ્પિટલ ખાતે 8 થી 9 જેટલા મોટા ડોમ છે ત્યાં સિવિલ હોસ્પિટલ શરૂ કરવા અને જરૂર પડે નાનુ-મોટુ રિપેરીંગ કામ તાત્કાલિક કરવા જણાવેલ છે. લોકો સરકારી હોસ્પિટલમાં જ સારવાર લેવા પ્રેરાય તેવું કરવા જણાવ્યું છે. પ્રશ્ન : એને બદલે હોસ્પિટલનું જર્જરીત બિલ્ડીંગ તાત્કાલિક રીપેર થાય તેવું ન કરવું જોઈએ ? જવાબ : આ માટે પણ કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું છે. પણ તેમાં સમય લાગશે તે દરમિયાન દર્દીઓ હેરાન ન થાય તેવા પ્રયત્નો છે. પ્રશ્ન : હાલ મહામારી દરમિયાન લોકોની આરોગ્ય સેવા સરકાર માટે પ્રાયોરિટીમાં ન હોવી જોઈએ. જવાબ : હા આરોગ્ય સેવા અગ્રતાક્રમ છે એટલે જ તાકીદની ઉચ્ચ અધિકારીઓની બેઠક બોલાવી હતી. એક પણ દર્દી હેરાન ન થાય તેવા અમારા પ્રયત્નો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો